National

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ઘરે પુત્ર જન્મ, સોએબે ટ્‌વીટર પર ગર્વની લાગણી વ્યક્ત કરી

(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૦
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર સોએબ મલિકને ઘર ૩૦ ઓક્ટોબર મંગળવારે પુત્રનું પારણું બંધાયું છે. સોએબે ટ્‌વીટર પર આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. સોએબે પિતા બનવાની જાણકારી ટ્‌વીટર પર શેર કરતા જ બોલિવુડથી માંડી મિત્રો, સંબંધીઓ અને ચાહકોની શુભેચ્છાઓની ભરમાર લાગી ગઈ હતી. કેટલાક ભારતીય યુઝર્સે સાનિયા-સોએબના પુત્રના નામકરણ અંગે ખૂબ આનંદ લીધો. વૈશાલી પાટિલ નામની યુઝર્સે મજાક કરતા ટ્‌વીટ કર્યું કે, બાળકના નામકરણ માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ મોકલવા માંગ કરી છે. આ સિવાય કેટલાય લોકો સોશિયલ મીડીયા પર અલગ-અલગ રીતે સાનિયા-સોએબને શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું મામા બન્યો એ માટે હું ખુદને શુભેચ્છા પાઠવું છું અને તમને પણ શુભેચ્છા. હકીકતમાં અલ્હાબાદનું નામકરણ બાદ સીએમ યોગી આદિત્યનાથને લઈને પાછલા દિવસોમાં અનેક મીમ્સ બનાવવામાં આવ્યા હતા. આ જ સંદર્ભમાં સાનિયા મિર્ઝાના પુત્રના નામાકરણની વાતો પણ શરૂ થઈ છે. વૈશાલીએ લખ્યું કે, નામારણ માટે યોગી આદિત્યનાથને આમંત્રણ મોકલો, નાચકૂદ કરવા ભક્તોને ડીજેનું આયોજન કર્યું છે. ભક્તો ભાણિયાના નામકરણ વિધિમાં અવશ્ય પધારજો. ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ એપ્રિલ ર૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર સોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આઠ વર્ષ બાદ એમના ઘરે પ્રથમ સંતાનનો જન્મ થયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.