પાટણમાં શાળા-કોલેજ બંધના એલાનને સાંપડેલો મિશ્ર પ્રતિસાદ

પાટણ,તા.૬
પાટણમાં આજે હાર્દિક પટેલના સમર્થનમાં પાસના કાર્યકરો દ્વારા શાળા-કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરની કેટલીક શાળા-કોલેજો બંધ રહી હતી તો યુનિવર્સિટી સહિત કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતું. વહેલી સવારથી જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાળા-કોલેજોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે મુખ્ય બજારો સહિત વાહન વ્યવહાર અને જનજીવન દિવસ દરમ્યાન રાબેતા મુજબ રહ્યું હતું.
પાટણમાં શાળા-કોલેજો બંધના એલાનને લઈ પાટણ જિલ્લા પાટીદાર એકતા સમિતિના કાર્યકરોના ટોળા સવારમાં શાળા-કોલેજો બંધ કરાવવા નીકળ્યા હતા અને નોર્થ ગુજરાત એજયુકેશન કેમ્પર્સમાં આવેલ કોમર્સ, આર્ટસ કોેલેજ, ભગવતી ઈન્ટરનેશનલ સ્કૂલ, એકસપરીમેન્ટલ હાઈસ્કૂલ, રાજમહેલ રોડ અને હાઈવે પર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવી હતી. તો ઉત્તર ગુજરાત યુનિ. સહિત કેટલીક શાળા-કોલેજોમાં રાબતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હતું. જિલ્લા પોલીસવડા શોભા ભૂતડાના માર્ગદર્શન હેઠળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાળા-કોલેજોના ગેટ પાસે પુરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. દિવસ દરમ્યાન શહેરનું જનજીવન ધમધમતું રહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks