જૂનાગઢ, તા. ર૮
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામના રસીદાબેન મુસાભાઈ વિશળ પોતાની પુત્રીને ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા નર્સિંગ કોર્ષની લોન ન મંજૂર કરતા તેમની પુત્રી રેહાનાનું ભવિષ્ય બગડશે. જેમાં સરકાર સામે વિરોધમાં તેના માતા-પિતા જૂનાગઢ જિલ્લા કલેક્ટરની કચેરી સામે મહાત્માગાંધી ચિંધ્યા માર્ગે અન્ન અને જળનો ત્યાગ કરીને બેઠેલ છે. તેને તા. ર૮/૭/ર૦૧૮ને બપોરે ૧૧ઃ૦૦ કલાકે ર૪ કલાક પૂર્ણ થવા આવેલ છે છતાં પણ તેમને કોઈ ન્યાય મળેલ નથી ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ઉપવાસી રસીદાબેનનું નિદાન કરતા તેમને સારવારની જરૂરિયાત હોય તેવો ડોક્ટરે અભિપ્રાય આપેલ છે. ત્યારે ઉપવાસી રસીદાબેન વિશળએ એવું જણાવેલ કે, “મારે સારવાર નથી લેવી મારે ન્યાય જોઈએ છે” તેમ કહી ડોક્ટરને જવાબદારીમાંથી મુક્ત કરેલ અને વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જિલ્લા કલેક્ટર જૂનાગઢને પત્ર લખી તાત્કાલિક ઉપવાસીને ન્યાય મળે. તેટલુ જ નહીં આ સમયે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ વલીમહંમદભાઈ એચ. દલ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી.સીડાએ તેમની ઉપવાસી છાવણીની મુલાકાત લઈ તેમને આશ્વાસન આપેલ અને તેમના વતી જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટને તાત્કાલિક ઉપવાસી રસીદાબેનને ન્યાય મળે તેવો પત્ર લખી તેમના ઉપવાસને ટેકો જાહેર કરેલ છે તેમજ ભેંસાણના દલિત અગ્રણી મનસુખભાઈ વાઘેલાએ પણ સતત ઉપવાસીના ટેકામાં રહી તેમને સહકાર આપેલ છે. તેવું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના જોઈન્ટ સેક્રેટરી પ્રતાપ ભરાડની યાદીમાં જણાવેલ છે.