હજ પછી હાજીઓના વર્તન વાણી વ્યવહારમાં ફેર આવવો જોઈએ : મો.અલી કાદરી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
આજરોજ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ ટ્રેનીંગ કેમ્પ (માર્ગદર્શન શિબિર)નું અત્રેનાં હરણી રોડ ખાતેનાં શગુન હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંબોધન કરતાં હજ કમિટી ગુજરાતનાં ચેરમેન મોહંમદઅલી કાદરી સાહેબે જણાવ્યું હતું કે, આ વખતે હજજે બયતુલ્લા જવા માટે ૪૬૦૦૦ અરજીઓ આવી હતી. જેમાંથી ૬૯૦૦ અરજીઓ ડ્રો દ્વારા પસંદ કરવામાં આવી હતી. વડોદરા, છોટાઉદેપુરનાં ૪૫૦ હાજીઓ માટે પસંદગી યોજવામાં આવેલા ટ્રેનિંગ કેમ્પમાં તેઓએ કહ્યું હતું કે, હજનાં અરકાન પુરા કરી તમે હાજી કહેલાશો. હજ પછી હાજીઓનાં વર્તન વાણી વ્યવહારમાં પણ ફેર આવો જોઇએ. હજની ઇબાદત ઉત્તમ ઇબાદત છે. આવતા વર્ષે હાજીઓ હવાઇ જહાજને પગલે પાણીનાં જહાજમાં સફર કરશે એવો નિર્ણય હજ કમિટી ગુજરાતનાં રજુઆતને પગલે લેવામાં આવ્યો છે. તેઓ મુસ્લિમોને આદર્શ મુસ્લિમ તરીકેનો વ્યવહાર કરવાની હાકલ કરી હજ માટે જતાં તમામ હાજીઓને મુબારક બાદ આપી હતી. મિડીયાની અગત્યતા સમજાવતા ગુજરાતમાં મુસ્લિમ સમાજની સમસ્યાઓ અંગે વાંચા આપતા ગુજરાત ટુડે ને નિયમિત વાંચી તેને મજબુત બનાવવા પણ ઉપસ્થિત સમુદાયને કહ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખાનકાહે રીફાયાનાં હજરત સૈયદ કમાલુદ્દીન રીફાઇ સાહેબે પણ હજ માટે જતાં તમામ હાજી સાહેબોને મુબારક બાદી અર્પી હતી. કાર્યક્રમમાં હજ કમિટીનાં ડેરેકટર સૈયદ રફીકભાઇ લીમડાવાલા, યુનુસભાઇ નેતર, અબ્દુલ્લાભાઇ મોમીન, મૌલાના મોહંમદનફીસ સાહેબ, શહેર ખતીબ સૈયદ અમીરૂદ્દીન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન વડોદરાનાં હજ ફીલ્ડ ટ્રેનર ઝહીરઅબ્બાસ ગનીભાઇ કુરેશી, મુલ્લાબશીર અહેમદ, શૌકતઅલી દ્વારા કરવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks