મોબ લિંચિંગ વિરૂદ્ધ કાયદો ઘડવાની પ્રક્રિયા શરૂ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કેન્દ્ર સરકારે ટોળા દ્વારા ઢોરમાર મારીને હત્યા કરવાની ઘટનાઓને અટકાવવા માટે નવો કાયદો ઘડવાની શક્યતા પર પ્રારંભિક વાતચીત શરૂ કરી દીધી છે. આ વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે ભારતીય દંડ સંહિતામાં સુધારો કરીને ટોળા દ્વારા ઢોરમાર મારીને હત્યા કરવાને સજાપાત્ર ગુનો ગણવામાં આવે. આ જાણકારી ગુરૂવારે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આપી. અધિકારીએ જણાવ્યું કે, એક અન્ય વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે એક આદર્શ કાયદો ઘડવામાં આવે જેનાથી રાજ્યના ટોળા દ્વારા ઢોરમાર મારી હત્યા કરવાની ઘટનાઓ પર લગામ કસી શકાય. દરેક બાબત શરૂઆતના તબક્કામાં છે કારણ કે સુપ્રીમકોર્ટના આદેશમાં કેન્દ્ર દ્વારા નવો કાયદો ઘડવાના મુદ્દા પર પણ વિચાર કરવામાં આવનાર છે. આ અંગે ખૂબ સમય લાગી શકે છે. સરકાર સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓને કારણે ઘટી રહેલી આ પ્રકારની ઘટનાઓ પર લગામ કસવા માટે જરૂરી પગલાં લેશે. ભારતમાં ટોળા દ્વારા અચાનકમાં આવતી હિંસા અને કરવામાં આવતી હત્યાની વધતી સંખ્યાઓની નિંદા કરતાં મંગળવારે સુપ્રીમકોર્ટે સરકારને આ ઘટનાઓ પર કાબૂ મેળવવા કાયદો ઘડવાનું કહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts