ભારતના ૪૩,૦૦૦ ગામોમાં હજુ પણ મોબાઇલ ફોન સર્વિસ નથી

નવી દિલ્હી, તા.ર
દેશના ૪૩,૦૦૦ ગામોમાં મોબાઇલ ફોન સર્વિસ ઉપલબ્ધ નથી તેમ ટેલિકોમ પ્રધાને આજે સંસદમાં જણાવ્યું હતું. ૪૩૦૦૦ પૈકી ઓડિશામાં સૌથી વધુ ૯૯૪૦ ગામોમાં મોબાઇલ સર્વિસ ઉપલબ્ધ નથી. ટેલિકોમ પ્રધાન મનોજ સિંહાએ લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૧૮ના સર્વે મુજબ ૨૭ જુલાઇ, ૨૦૧૮ના રોજ ૪૩,૦૦૮ ગામોમાં મોબાઇલ સર્વિસનું આગમન થયું નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ ૫,૯૭,૬૧૮ ગામો છે. ઓડિશા પછી મહારાષ્ટ્રના ૬૧૧૭ ગામો, મધ્ય પ્રદેશના ૫૫૫૮ ગામોમાં હજુ પણ મોબાઇલ સર્વિસ નથી. ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, કેરળ અને પુડુચેરીના તમામ ગામોમાં મોબાઇલ સેવા ઉપલબ્ધ છે. સિંહાના જણાવ્યા અનુસાર દેશના ૯૭ ટકા વિસ્તારમાં ટુ-જી મોબાઇલ નેટવર્ક જ્યારે ૮૮ ટકા વિસ્તારમાં થ્રી-જી અને ફોર-જી મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks