મોબાઇલ પોકેટ કોપ એપને મળેલો ફિક્કી સ્માર્ટ એવોર્ડ

ગાંધીનગર,તા.૧૩
રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજી તથા મોબાઈલ ગવર્નન્સની પહલે કરી ગુજરાતે ડિજિટલ ક્ષેત્રે અનેક નવા આયામો અમલી બનાવાયા છે. ગુજરાત પોલીસને ટેકનો સેવી બનાવીને ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ પાકેટ કામ એપ્લિકેશન કાર્યરત કરાઈ છે. રાજ્ય સરકારનો આ નવતર અભિગમ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયો અને તેને ફિક્કી સ્માર્ટ પોલીસીંગ એવોર્ડ-૨૦૧૮ એનાયત થયો છે. મોબાઈલ પોકેટ એપ્લીકેશનના એવોર્ડ માટે દેશભરમાંથી ૨૦૦ જેટલા નોમિનેશન આવ્યા હતા. જે પૈકી ગુજરાતની પસંદગી કરાઈ છે. જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. આ એવોર્ડ નવી દિલ્હી ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં સ્ટેટેટિક્સ અને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય ગોયલના હસ્તે એનાયત થયો હતો. તેમણે કહ્યું કે, પાકેટ કાપ મોબાઈલ એપ્લિકેશન અંતર્ગત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની તમામ બ્રાન્ચોને આવરી લેવાઈ છે. જેમાં સીઆઈડી ક્રાઈમ, લાંચરુશ્વત વિરોધી બ્યુરો, એટીએસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને પણ સાંકળીને ગુન્હા સંશોધન અને ગુન્હાની તપાસ, પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી રાજ્યમાં સફળ રીતે થઈ રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી સંભાળતા ૪૯૦૦ પોલીસ કર્મીઓને સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેકટીવીટીની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, ગુન્હાઓમાં સંડોવાયેલા ગુન્હેગારોની શોધ માટે એપ્લિકેશન દ્વારા ૯૩૦૦ ગુનેગારોને તમામ અધિકારીઓ દ્વારા શોધી કઢાયા છે. ગુન્હામાં વપરાયેલા સાધનોની શોધ હેઠળ ૨૪૬૭૪ જેટલા વાહનો શોધી કઢાયા છે. તેમજ રાજ્યમાં ખોવાયેલા વ્યક્તિને શોધી કાઢવામાં સફળતા મળી છે. ઉપરાંત એપ્લીકેશનમાં અક્ષાંશ અને રેખાંશની માહિતી લઈ શકાય તેવી સુવિધા પણ વિકસાવાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks