International

મોદી-જિનપિંગની બેઠક ટૉક શૉપ નહોતી પરંતુ તેમાં વાસ્તવિક નિર્ણયો લેવાયા છે : ચીન

(એજન્સી) બેઈજિંગ, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રાના નક્કર પરિણામો આવનાર ભવિષ્યમાં જોવા મળી શકે છે. આ મામલે ખુદ ચીને જ કહ્યું છે કે, વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચેની બેઠક માત્ર ‘ટૉક શૉપ’ નહોતી પરંતુ બંને નેતાઓએ વાસ્તવિક નિર્ણયો લીધા છે. ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાઉહુએ જણાવ્યું હતું કે, બંને દેશોના નેતાઓ વચ્ચે સધાયેલી સહમતિઓને લાગુ કરવામાં આવશે. શી અને મોદી વચ્ચે મુલાકાતોના સીલસીલા અને તેના પરિણામો પર ચર્ચા થઈ. બંને સરકારોની આગળ વધવાની રીત ‘ક્રિયાન્વયન, હસ્તાંતરણ અને કાર્યવાહી’ની હતી. બંને દેશોના પરસ્પર સંબંધો માટે આ જરૂરી હતું અને તેની મદદથી બેઠકો દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને લાગુ કરવામાં મદદ મળશે. ચીનના રાજદૂતે કહ્યું હતું કે, મોદી અને શી જીનપિંગ વચ્ચે ૭ સેશનોમાં ૯ કલાકની મુલાકાત થઈ. તેમાંથી ૪ કલાકની મુલાકાત વન-ઓન-વન રહી. અમે ઈચ્છતા હતા કે, અમે મોદીજીને પોતાના ઘરે આવ્યા હોય તેવો અહેસાસ કરાવવા માંગતા હતા. મુલાકાતો દરમિયાન ટેબલો પર ગોઠવવામાં આવેલા કવર ગુજરાતથી મંગાવવામાં આવ્યા હતા અને ચીની રસોઈયાઓને ગુજરાતી પકવાન બનાવવા તૈનાત કરવામાં આવ્યા હતા. લુઓએ બંને નેતાઓ વચ્ચેના અંગત સંબંધો પર ધ્યાન અપાવતા કહ્યું હતું કે, ૨૦૧૪માં જ્યારે શી જિનપિંગ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારત આવ્યા હતા ત્યારે તેમણે પીએમ મોદીને શાકાહારી કેક ભેટ આપી હતી. રાજદૂતે જણાવ્યું હતું કે, જિયામેન મુલાકાત દરમિયાન જ આ ઔપચારિક સંમેલનએ લઈને સહમતિ સધાઈ હતી. બંને પક્ષોએ માત્ર તે સફળ બનાવવા માટે જ સખત મહેનત કરી હતી. રાજદૂતના જણાવ્યા પ્રમાણે ભારત અને ચીન વચ્ચે અનેક દ્વિપક્ષીય સંમેલનો થયા પરંતુ આ વખતે ત્રણ રીતે અલાયદો જ હતો. એક તો આ મુલાકાત બેઈજિંગની બહાર યોજાઈ, બીજું કે તેનો કોઈ જ નિર્ધારિત એજન્ડો ન હતો અને ત્રીજું કે બંને દેશના નેતાઓએ ગ્લોબલ અને સ્ટ્રેટજિક મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    કેમ્પસમાં અંધાધૂંધી : પેલેસ્ટીન તરફી દેખાવોતીવ્ર થતાં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારે આક્રોશ

    (એજન્સી) તા.ર૪ગત સપ્તાહે કોલંબિયા યેલ…
    Read more
    International

    અમેરિકાની અનેક યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝાસંઘર્ષ અંગે બાઇડેનના વલણ સામે વિરોધ પ્રદર્શનો

    કોલંબિયા યુનિવર્સિટીએ વ્યક્તિગત…
    Read more
    International

    સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં સામૂહિક કબરોની‘વિશ્વસનીય અને સ્વતંત્ર’ તપાસ માટે આહ્‌વાન કર્યું

    (એજન્સી) તા.૨૩સંયુક્ત રાષ્ટ્ર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.