(એજન્સી) તા.૧૯
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ર૦ર૦ સુધીની પ્રી-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને મેરિટ કમ-મિન્સ આધારિત યોજનાઓ અંતર્ગત લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ માટે ૭૦ લાખ શિષ્યવૃત્તિની જોગવાઈઓને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આ ત્રણ યોજનાઓ અંતર્ગત વર્ષ ર૦૧૭-૧૮ દરમિયાન આ સમુદાયના છાત્રો માટે ૬૦ લાખ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એમણે કહ્યું હતું કે, ‘૭૦ લાખ શિષ્યવૃત્તિના આગામી લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કુલ રૂા.૫૩૩૮.૩૨ કરોડ રૂપિયા ખર્ચ થશે.’ તેમણે કહ્યું હતું કે, ગેરરીતિઓ નિવારવા માટે લાભાર્થીઓને ખાતામાં જ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
Facebook
0
Twitter
0