ઇમરજન્સીના અરિસામાં મોદી કેટલા સાચા છે ?

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ પણ ઇમરજન્સી વિરોધી હોબાળામાં સામેલ થઇ ગયો છે અને હાલમાં દેશમાં પ્રવર્તમાન ‘અઘોષિત ઇમરજન્સી’ના આરોપો તેમણે ફગાવી દીધા છે. ઇમરજન્સીની ૪૩મી વર્ષગાંઠ મનાવવા માટે મુંબઇમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલી એક ઇવેન્ટને સંબોધતા વડાપ્રધાન મોદીએ તેમની સરકાર સામે ફેલાવવામાં આવી રહેલા ‘જુઠ્ઠાણા અને ભય’ના ઉદાહરણો ટાંક્યા હતા. મોદી દ્વારા જણાવવામાં આવેલા તેમની સરકાર સામેના જુઠ્ઠાણા અને તેમણે અવગણેલી કેટલીક વિગતો નીચે જણાવ્યા મુજબ છે.
‘જુઠ્ઠાણું’ ૧ : તેમના શાસનમાં મુસ્લિમો અને દલિતોની હત્યા કરવામાં આવી રહી છે, ‘ઇમરન્સી માનસિકતા’નું પરિણામ છે, મોદીએ જણાવ્યું.
અવગણના : ઇન્ડિયાસ્પેન્ડ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ ૨૦૧૦થી ૨૦૧૭ દરમિયાન ગાયના મુદ્દા સાથે સંબંધિત ૫૧ ટકા હિંસામાં મુસ્લિમોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૪માં મોદી સત્તામાં આવ્યા બાદ ૯૭ ટકા જેટલા આવા હુમલા થયા છે. મોટાભાગની આવી ઘટનાઓ ભાજપ શાસિત રાજ્યોમાં સર્જાઇ છે. મોદીએ ગુજરાતના ઉનામાં દલિતોને ફટકારવાનો મોદીએ ઉલ્લેખ કર્યો નથી.
‘જુઠ્ઠાણું’ ૨ : સરકાર ન્યાયતંત્રની બાબતમાં માથું મારવા અને ન્યાયતંત્રને દબડાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે ઇમરજન્સી દરમિયાન ન્યાયતંત્રને દબડાવ્યું હતું અને તાજેતરમાં દેશના ચીફ જસ્ટિસ સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માગતી હતી, મોદીએ જણાવ્યું.
અવગણના : ચીફ જસ્ટિસ સંવેેદનશીલ કેસો પસંદગીની બેંચોને આપી રહ્યા હોવાનું સૂચવવા માટે દેશમાં પ્રથમવાર ચાર વરિષ્ઠ જજીસે પત્રકાર પરિષદ યોજી હતી.
‘જુઠ્ઠાણું’ ૩ : સરકારના મીડિયા મેનેજમેન્ટે ઘણા મુખ્યપ્રવાહના અખબારોને ઘુંટણીએ પાડી દીધા હતા. મીડિયાને જેમ કહેવાતું મીડિયા તેમ કરતું હતું. મોદીએ અડવાણીનું નામ લીધા વગર તેમના શબ્દો યાદ કર્યા હતા. મોદીએ ઇમરજન્સી દરમિયાન સર્જાયેલી ઘટનાઓનું વર્ણન કર્યું હતું.
અવગણના : સરકારની વાત નહીં માનનાર એક તંત્રીને કાઢી મુકાયા હતા અને મીડિયાએ તેના અહેવાલો લીધા નહીં હોવાના આરોપો બહાર આવ્યા હતા.
જુઠ્ઠાણું’ ૪ : લોકો ભયભીત છે. મોદીએ જણાવ્યું કે પરિવાર પાસેથી જ્યારે પણ સત્તા જવાની હોય ત્યારે કોંગ્રેસ હોબાળો કરવાનું શરૂ કરી દે છે કે દેશ કટોકટીમાં છે. ભયનું વાતાવરણ હોય છે અને દેશનો વિનાશ થવાનો અને માત્ર આ પરિવાર જ દેશને બચાવી શકે છે.
અવગણના : સરકારની ટીકાને હવે રાષ્ટ્ર વિરોધી સાથે સરખામણી કરાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks