નેપેડા, તા. ૫
ચીનમાં બ્રિક્સ સંમેલનમા ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય યાત્રાના ભાગરૂપે મ્યાનમારમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં. મોદીના બ્રિક્સ બેઠકને સફળ ગણવામાં આવી રહી છે. જ્યાં તેમણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર આંગળી ઉઠાવી હતી. પીએમ મોદીની મ્યાનમારની આ બીજી મુલાકાત છે. મોદીએ મંગળવારે મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ હટિન સાથે મુલાકાત કરી હતી. તેમના નિમંત્રણને માન આપીને મોદી અહિં આવ્યાં છે. મોદીએ બુધવારે મ્યાનમારની સ્ટેટ કાઉન્સિલ આંગ સાન સૂ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે. મોદી મ્યાનમારના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મોદીની મુલાકાતમાં બેગાન અને યાગોન નામના ઐતિહાસિક શહેરોની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.આ ઐતિહાસિક શહેરનો જિર્ણોદ્ધાર ભારતીય પુરાત્તવ વિભાગ કરી રહ્યો છે. મોદી યંગૂનમાં ભારતીય સમૂદાયના લોકો સાથે પણ આદાનપ્રદાન કરશે. મોદીની મ્યાનમારની આ બીજી મુલાકાત છે. મોદીએ મંગળવારે મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ હટિન સાથે મુલાકાત કરી હતી. આ પહેલા વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મંત્રણા ફળદાયી રહી હતી. બન્ને દેશોના નેતાઓ સંબંધોને સાચા પાટે લઈ જવાની વાતે સંમત થયાં હતા.