(એજન્સી) લંડન, તા.૧
મોદી સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં બ્રિટિશ કોર્ટ સમક્ષ રજૂઆતો કરી જણાવ્યું કે, એમને મુંબઈની આર્થર રોડ જેલના એક જુદા વોર્ડમાં મૂકવામાં આવશે. જ્યાં પશ્ચિમી પ્રકારની ટોયલેટ અને સાફ સફાઈની સગવડો પણ હશે. બીજી બાજુ બ્રિટીશની કોર્ટે ભારતીય અધિકારીઓને આર્થર રોડ જેલના વીડિયોની માગણી કરી છે. ભારત તરફે હાજર રહેલ વકીલ સમર્સે કહ્યું કે, અમે કોર્ટના આદેશને માન આપીશું. આ પહેલાં વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ત્રીજું સોગંદનામું રજૂ કર્યું હતું. બ્રિટિશ કોર્ટે ભારતની જેલો બાબત ચિંતા દર્શાવતા મોદી સરકારે ફરીથી સોગંદનામું રજૂ કર્યું હતું. જે મુજબ માલ્યાને ભીડવાળા વિસ્તારમાં નહીં રાખવામાં આવશે. એમના માટે અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. જે સાફ સફાઈવાળો હશે. એ સાથે ભારત સરકારે પશ્ચિમી ટોયલેટના પાંચ ફોટાઓ પણ મૂક્યા હતા. કોર્ટને જણાવાયું કે, એમને અન્ય કેદીઓની સાથે નહીં રાખવામાં આવશે, પ્રત્યાર્પણ પછી નબી બનાવેલ જેલમાં રાખવામાં આવશે, પ્રત્યાર્પણ પછી નવી બનાવેલ જેલમાં રાખવામાં આવશે. એમણે કેટલાક ફોટાઓ બતાવી કોર્ટને વિશ્વાસ આપવા પ્રયાસો કર્યા હતા અને જણાવ્યું કે, માલ્યા સૂર્યનો ઉજાસ પણ માણી શકશે એ પછી એમણે કોર્ટને કહ્યું કે, બ્રિટિશ કોર્ટ દ્વારા આર્થર રોડની જેલની સુવિધાઓ તપાસવાની કોઈ જરૂર ન હતી. બીજી બાજુ માલ્યા તરફે રજૂ કરનાર વકીલે ભારત સરકારના દાવાઓનો ઈન્કાર કરતા કહ્યું કે, આ ફોટાઓ વિશ્વસનીય નથી. આના દ્વારા સ્પષ્ટ નથી કે સૂર્યનો ઉજાસ કઈ રીતે આવશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે કહ્યું કે, ભારત આર્થર રોડની જેલનો બપોરનો વીડિયો રજૂ કરે. એના માટે કોર્ટે ત્રણ અઠવાડિયાઓનો સમય પણ આપ્યો છે. આગામી સુનાવણી ૧રમી સપ્ટેમ્બરે રખાઈ છે.