સ્વિસ બેંકોમાં કાળા નાણાં મુદ્દે કોંગ્રેસ, સ્વામીના મોદી સરકાર પર પ્રહાર

(એજન્સી) રામપુર, તા. ૨૯
ભ્રષ્ટાચાર અને કાળાનાણાં પર લગામ કસવાનો દાવો કરનાર મોદી સરકાર માટે એક ઝાટકો લાગ્યો છે. સ્વિસ બેંક દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લાં એક વર્ષમાં જમા ભારતીયોની જમા રકમમાં અંદાજે ૫૦ ટકાનો વધારો થયો છે. આ આંકડા બાદ મોદી સરકાર વિપક્ષના નિશાના પર છે, તેની સાથે જ તેના નેતાઓ પણ પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કાળા નાણા પર લગામ કસવામાં નિષ્ફળતા બદલ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, સ્વિસ બેંકોમાં છેલ્લા ૧૨ મહિનામાં વૈશ્વિક રકમમાં ત્રણ ટકાનો ઉછાળો થયો જ્યારે ભારતીયોના નાણાં ૫૦ ટકા વધ્યા.
બીજી તરફ કોંગ્રેસે ટિ્‌વટ કરી કહ્યું કે, મોદી સરકારનો કાળા નાણા પરત લાવવાનો લાંબા સમયથી પડતર વાયદો ઊંધા માથે પટકાયો છે. જ્યારે તમે હજુ પણ તમારા ૧૫ લાખ રૂપિયાના વાયદાની રાહ જોઇને બેઠા છો અને વધુ નાણા ઉડી ગયા. આમ આદમી પાર્ટીએ ટિ્‌વટર પર કેરિકેચર મુકતા લખ્યું કે, વિદેશની ધરતી પર ઠલવાયેલું કાળુ નાણું મોદી સરકારમાં પરત નહીં આવે. માકપાના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું કે, ૨૦૧૪માં કરેલા મોટા-મોટા વાયદાઓનો યાદ કરવાનો પીએમ મોદી પાસે સમય નથી. દરેક બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાથી લઇ રૂપિયાની મજબૂતી અને ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓએ ભારતીયોનુંં અપમાન અને નીચાજોણું કર્યું છે. અન્ય એક ટિ્‌વટમાં યેચૂરીએ લખ્યું કે, આશ્ચર્યજનક રીતે મોદી સરકારે જે કોર્પોરેટ માંધાતા અને ઉદ્યોગપતિઓની બેડ લોન માફ કરી તેઓ દેશને લૂંટીને મોદીની દેખરેખ હેઠળ વિદેશમાં ભાગી ગયા છે. સુબ્રમણ્યમ સ્વામીએ નાણાં મંત્રાલયમાં સચિવ હસમુખ અઢિયા પર સીધા પ્રહારો કર્યા છે. શુક્રવારની સવારે ટ્‌વીટ કરતાં તેમણે કહ્યું કે નાણાં સચિવ અઢિયા માટે એક મોટી સફળતા, એક બાજુ આખી દુનિયાની સ્વિસ બેંકમાં ડિપોઝીટ માત્ર ૩ ટકા વધી છે, તો ભારતીયોની ૫૦ ટકા વધી ગઇ છે. તેમણે લખ્યું કે જો રાજેશ્વર (ઇડી ઓફિસર) વચ્ચમાં આવ્યા ના હોત તો અઢિયા તેનાથી પણ વધુ મેનેજ કરી શકતા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks