મોદી સરકાર રાફેલ સોદા પર ઊઠતા સવાલોના જવાબ આપતા કેમ ખચકાય છે ?

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ર૦ વર્ષ ર૦૧પમાં પોતાની ફ્રાંસની સત્તાવાર મુલાકાત દરમ્યાન ૩૬ રાફેલ ફાઈટર વિમાનોની ખરીદીની ઘોષણા કરવા જે રીતે કેટલીય જરૂરી સંસ્થાકીય પ્રક્રિયાઓને દૂર કરી એના ઉપર ફરીથી સવાલો ઉપસ્થિત થયા છે. એમાં સૌથી મહત્ત્વનો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉના રાફેલ ફાઈટર વિમાનના સોદાને રદ કરીને તને જરૂરી મંજૂરી અને મંત્રાલયો સાથે આંતરિક મંત્રણા વગર નવું રૂપ આપી દેવાના નિર્ણયનો છે. આટલો મોટો નિર્ણય કેવી રીતે કરી લીધો ? રક્ષામંત્રી સીતારમણે પણ ગત અઠવાડિયે એવો ભ્રામક દાવો કેમ કર્યો કે આ ખરીદમાં તમામ યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરાયું હતું ? પ્રધાનમંત્રી ફ્રાંસ યાત્રાના એક દિવસ અગાઉ વિદેશ સચિવ એસ.જયશંકરે જણાવ્યું હતું કે રાફેલની વાત છે ત્યાં સુધી અમે નેતૃત્વ સ્તરની મુલાકાતોને રક્ષા સોદાની વિગતો સાથે મેળવતા નથી. આ બિલ્કુલ અલગ સ્તરનો મામલો છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વિદેશ મંત્રાલયના વરિષ્ઠ નોકરશાહને પણ આ ઘોષણા વિશે જાણકારી હતી નહીં. જયશંકરના નિવેદનથી એ પણ પ્રકાશમાં આવ્યું કે ૮ એપ્રિલ ર૦૧પ સુધી સરકારી સ્વામીત્વાળી કંપની હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (એચએએલ) સત્તાવાર રીતે આ સોદામાં ભાગીદાર હતી. બીજા શબ્દોમાં કહીએ તો રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી)ના પરિણામો અને સેવા શરતો પર આધારિત વાતચીતોથી ત્યાં સુધી સરકારે પોતાનો પાલવ છોડાવ્યો નહોતો. ધ સોલ્ટના સીઈઓ અને ચેરમેનને પણ ટેકનોલોજી ટ્રાન્સફરના આ અતિમહત્ત્વના પ્રાધાન હટાવવાના મોદીના નિર્ણય વિશે જાણકારી નહોતી. એક અહેવાલમાં ટ્રેપિયરના હવાલાથી જણાવાયું કે ૧ર૬ રાફેલ જેટોની ખરીદીના સોદાનું ૯પ ટકા કામપૂર્ણ થયું છે તો ર૦૧રથી ત્રણ વર્ષોમાં ૭પ ટકા વાતચીત પૂર્ણ થઈ ગઈ હતી તો મોદીને આખરે એ સોદો સંપૂર્ણપણે રદ કરવાની પ્રેરણા ક્યાંથી મળી ? એ સવાલ ઊભો થાય છે. વિપક્ષી દળો અનુસાર ભારતના ખાનગી ક્ષેત્ર ખાસ કરીને અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને ફાયદો પહોંચાડવા આ કામ થયું હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ૩૬ તૈયાર વિમાનોની ખરીદી માટે રિલાયન્સ ડિફેન્સ, ધ સોલ્ટની મહત્ત્વપૂર્ણ જોઈન્ટ વેન્ચર પાર્ટનર બની ગઈ. પાછલા કેટલાક અઠવાડિયાઓમાં ભાજપ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, સમર્થકો અને કેટલાય દક્ષિણપંથી રક્ષા વિશેષજ્ઞોએ આરએફપીને રદ કરવા અંગેનું કારણ જણાવ્યું કે રાફેલ સોદા અંગેની વાતચીત અસફળ રહેતા મોદીને આ નિર્ણય લેવો પડ્યો. પરંતુ ઉપરોક્ત કોઈએ પણ મોદી દ્વારા પ્રાસંગિક કેબિનેટ સમિતિઓની મંજૂરી વગર અને પોતાના કેબિનેટ મંત્રી અને નાણામંત્રીની સત્તાઓની અવગણના કરી એકતરફી ઘોષણા કરવાની વેધકતાને લઈને ઉઠતા સવાલોનો કોઈએ પણ જવાબ આપ્યો નથી. આમાં સૌથી મહત્ત્વનું એ છે કે મોદીનો બચાવ કરતા ભારતના વિદેશ સચિવ પ્રેસવાર્તા બાદ રાફેલ સોદાની નિષ્ફળતાનું કારણ બતાવી શક્યા નહીં જ્યારે ભારતના વિદેશ સચિવે કહ્યું કે ભારત સરકાર ધ સોલ્ટ અને એચએએલ વચ્ચે વાતચીત ચાલુ છે. (સૌ. : ધ વાયર)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks