(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ઉમા ભારતી અને રાજીવ પ્રતાપ રૂડી સમેત ચાર મંત્રીઓએ રાજીનામા આપ્યા છે જે કેબિનેટમાં ફેરફારોના સંકેત આપે છે. જે ફેરફારની જાહેરાત રવિવારે સવારે થવાની શક્યતા છે. બીજા મંત્રીઓ પણ રાજીનામા આપવા તૈયાર છે જેથી અન્ય વ્યક્તિઓને સગવડ કરી અપાય. મંત્રીમંડળમાંથી દૂર કરાયેલ મંત્રીઓને આગામી રાજ્યો અને ર૦૧૯ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખી સંગઠનમાં સ્થાન અપાશે. એ સાથે ભાજપના નવા સાથી જેડીયુમાંથી બે મંત્રીઓની નિમણૂક થવાની શક્યતા છે.
સમગ્ર ઘટનાના ૧૦ મુદ્દાઓ
૧. રાજ્ય કક્ષાના મંત્રી સંજીવ બલિયાન અને ફગ્ગનસિંઘ ફુલસ્તેએ રાજીનામું આપ્યું છે. કૃષિ મંત્રી રાધામોહનસિંઘને પણ દૂર કરી શકાય છે. જો આ બાબત એમણે પોતાની અનશિયજ્ઞતા દર્શાવી છે. અન્ય કેબિનેટ મંત્રી કલરાજ મિશ્રને પણ દૂર કરી શકાય છે. મિશ્ર ૭૬ વર્ષના થયા છે એનું કારણ ભાજપની નીતિ છે જે મુજબ ૭પ વર્ષથી વધુ વયની વ્યક્તિને મંત્રી પદ નહીં આપવું.
ર. ઉમા ભારતીએ જો કે આ બાબતે કંઈ કહ્યું નથી. એમણે કહ્યું કે મને કંઈ ખબર નથી જેથી કંઈ કહી શકું નહીં પણ ઉમા ભારતી પોતાની હકાલપટ્ટીથી નારાજ દેખાતા હતા.
૩. રાજીવ પ્રતાપ રૂડી અને સંજીવ બલિયાન બન્નેએ જણાવ્યું કે, એમને રાજીનામું આપવા કહેવામાં આવ્યું જેથી કાંઈ પણ પ્રશ્ન પૂછયા વિના રાજીનામું આપ્યું છે. એ અમારો નિર્ણય નથી. આ પક્ષનો નિર્ણય છે જે અમે માનીશું.
૪. રૂડી અને બલિયાનને ભાજપમાં સંગઠનની કામગીરી અપાશે. એ બન્ને બિહાર અને ઉ.પ્ર.માંથી પ્રતિનિધિત્વ ધરાવે છે. જો કે, એ રાજ્યોની ચૂંટણી હાલમાં થવાની નથી પણ એમણે ર૦૧૯ની લોકસભા ચૂંટણીની કામગીરી અપાશે.
પ. નવા મંત્રીમંડળમાં એ રાજ્યોના પ્રતિનિધિઓને સામેલ કરાશે જ્યાં આગામી મહિનાઓમાં ચૂંટણી યોજવાની છે જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક, કર્ણાટકમાં ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકવા મથી રહી છે ત્યાંથી પણ બે મંત્રીઓ લેવાશે. ભૂપેન્દ્ર યાદવનો પણ સમાવેશ થઈ શકે છે.
૬. સૂત્રોએ જણાવ્યું કે, કેબિનેટમાં ફેરફાર કરતાં પહેલાં મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. રાધામોહનસિંઘે ખેડૂતોના મોત મામલે ઘણા છબરડા વાળ્યા હતા જેથી ભાજપે પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
૭. રેલવે મંત્રાલયમાં ફેરફારની શકયતાઓ છે. અકસ્માતોથી વ્યથિત થયેલ સુરેશ પ્રભુએ રાજીનામાની ઓફર કરી હતી પણ જો કે મોદીએ એમને રાહ જોવા કહ્યું હતું. આ મંત્રાલય કદાચ જેડીયુને અપાય જેમણે પહેલાં બે વખત રેલવે મંત્રાલય સંભાળ્યું હતું.
૮. જેડીયુનો કેબિનેટમાં સમાવેશ કરવાનો છે. એ વાત પાક્કી છે પણ તામિલનાડુના શાસક પક્ષ એઆઈએડીએમકે કેબિનેટમાં જોડાશે એ સમાચારો ખરા નથી. જેડીયુના રામચંદ્ર પ્રસાદસિંઘ અને સંતોષ કુશવાહા મંત્રી થઈ શકે છે.
૯. નાણામંત્રી જેટલી પાસે બે મહત્ત્વના મંત્રાલયો છે જેમાંથી એક એમની પાસેથી લેવામાં આવશે.
૧૦. એ જ રીતે અન્ય મંત્રીઓ જે બે મંત્રાલયો ધરાવે છે એમની પાસેથી પણ એક એક મંત્રાલય પાછું લેવાશે. આ મંત્રીઓ નરેન્દ્રસિંગ તોમર, હર્ષવર્ધન અને સ્મૃતિ ઈરાની છે.