ગોધરા, તા.ર૩
ગોધરા ખાતે ૧૯૭૦ ના દાયકામાં ગોધરા સ્થિત નરેન્દ્ર મોદી આર.એસ.એસ કાર્યાલય ખાતે બેસતા હતા ત્યારે ઓફિસની સામે ચાંદ મોહંમદ ધોબીની દુકાન ચલાવતા હતા. જે સમયે સાફસફાઈ સહિત કપડાં ધોઈ આપવાની સેવાકીય ફરજ ચાંદ મોહંમદ બજાવતા હતા. જ્યારે હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવતા ત્યારે ચાંદ ધોબી સાથે અચુક મુલાકાત કરતા હતા અને આર્થિક સહાય માટેની વાત કરતાં તેઓ દ્વારા રહેવા માટે એક આશીયાના (ઘર) માટે જમીનની વાત કરી હતી. જેથી જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને આશીયાનો અપાવવાની ખાતરી આપી હતી વર્ષોથી આશિયાનાની રાહ જોતાં જોતાં ચાંદ મોહમ્મદ ધોબી એ પ્રધાનમંત્રી વડોદરા આવ્યા તેજ દિવસે વડોદરામાં હૃદયરોગના કારણે તેઓનું મૃત્યુ થયું હતું નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ચાંદ મોહંમદ તેમને દિલ્હી મળવા ગયા હતા અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ચાંદ ધોબીના પરિવારજનોની સાથે સાથે ગોધરા નગરના અમુક લાગણીશીલ નગરજનો પણ મોદી સરકારના વાયદાઓને પણ ચૂંટણી પ્રચાર જેવા જુઠ્ઠા વાયદા ગણી રહ્યા છે.