મોદીના જન્મદિવસે ભાજપના કાર્યકરોએ સફાઈ અભિયાન હાથ ધર્યું અને ભાજપના ઝંડાઓ કચરાપેટીમાં નાખ્યા

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે ૬૭મો જન્મદિવસ હતો. એ દિવસે ભાજપના કાર્યકરોએ પોતપોતાની રીતે જન્મદિવસની ઉજવણી કરી. દરેક રાજકીય પક્ષોના કાર્યકરો પોતાના પક્ષના સૌથી પ્રિય નેતાનો જન્મદિવસ ઉજવે તે માની શકાય, પરંતુ ભાજપના કાર્યકરો તો એટલા હરખપદૂડા થઈ ગયા કે, સફાઈ અભિયાન શરૂ કર્યું એ પણ ફોટા પડાવવા બધા કાર્યકરો હાથમાં ઝાડુ લઈ એક જ જગ્યાએથી કચરો સાફ કરવા લાગ્યા. એ તો ઠીક કેટલાક કાર્યકરો તો કેમેરાને જોઈ સાફ રસ્તા પર પણ ઝાડુ ફેરવતા જોવા મળ્યા હતા. આ જોઈ રસ્તા પરથી પસાર થતાં લોકો કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા કે, કાશ આ લોકો રોજ સવાર-સાંજ પોતપોતાના વિસ્તારમાં આ રીતે સફાઈ અભિયાન હાથ ધરે તો આખું શહેર ચોખ્ખું ચણાક થઈ જાય. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, સફાઈ અભિયાન દરમિયાન ભાજપના બેનરોની પણ સફાઈ કરી કચરા ટોપલીમાં નાખી દીધા હતા. ઉકત તસવીર રાયપુર દરવાજાની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks