મોદીના કાર્યક્રમને લઈને ભૂજની કોલેજમાંથી પરીક્ષાનું સ્થળ ખસેડાયું

અમદાવાદ, તા.રપ
ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ કોલેજમાં યોજાનારી પરીક્ષા અન્ય સ્થળે ખસેડાઈ છે તેને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન મોદી તા.ર૭ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે ભૂજની લાલન કોલેજના ગ્રાઉન્ડમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જાહેરસભા સંબોધવાના છે ત્યારે આ કોલેજમાં તા.ર૭મીએ જ પરીક્ષાનું આયોજન હતું. જે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લીધે આ પરીક્ષા અન્ય સ્થળે ખસેડાઈ છે. જે આ સ્થળથી અંદાજે બે કિ.મી. જેટલી દૂર છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું સ્થળ બદલાવાને લીધે રોષ પ્રવર્તિ રહ્યો છે. જો કે રાજકીય હેતુ માટે કોલેજનો ઉપયોગ કરવામાં આવે તેની ના નથી પરંતુ પરીક્ષા ટાણે જ કોલેજનો ઉપયોગ કરી પરીક્ષા અન્ય સ્થળે ખસેડવામાં આવે તે કેટલી હદે યોગ્ય કહેવાય ? શું રાજકીય નેતાઓના કાર્યક્રમોની સામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભાખનારી પરીક્ષાનું કોઈ જ મહત્ત્વ નથી ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks