મોદીના મંત્રીની અવળી સલાહ : અઠાવલેએ દલિતોને દેશી દારૂ પીવાને બદલે સેનામાં જઈ વિદેશી દારૂ પીવા કહ્યું..!

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
પોતાના નિવેદનો માટે જાણીતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ વધુ એક વાહિયાત નિવેદન આપ્યું છે. પુણેના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેરોજગાર બેસીને દેશી દારૂ પીવો એના કરતાં તો દલિત યુવાનો સેનામાં જોડાઈ જાય. ત્યાં તેમને સારૂ જમવાનું અને વિદેશી દારૂ મળશે. તેમણે કહ્યું કે, રમ પીવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. અને સેનામાં સારૂ ભોજન પણ મળે છે. દારૂના ફાયદા અને દલિત યુવાનોને નકામી સલાહ આપવા બદલ અઠાવલેની ચારેબાજુ આલોચના થઈ રહી છે. રામદાસ અઠાવલેએ કહ્યું કે, દલિત સમાજના યુવાનો હિમ્મતવાન છે. આથી તેમણે સેનામાં જોડાવું જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. અઠાવલેએ વિશ્વાસ અપાવ્યો હતો કે, દેશમાં ટૂંક સમયમાં જ તેલની કિંમતોમાં ઘટાડો થશે. તદુપરાંત બુલેટ ટ્રેનનું પણ સમર્થન કરતાં કહ્યું કે, તેમને આ મુદ્દે વિરોધ કરવાનું કોઈ કારણ જણાઈ રહ્યું નથી. તેમજ નારાયણ રાણેના નવા પક્ષની રચના માટે કહ્યું કે, રાણે ભાજપ માટે ફાયદાકારક છે. તેમ છતાં તેમને અલગ પક્ષ રચવા આદેશ આપવામાં આવ્યો હતો. જો તેનાથી શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરે નારાજ થાય છે તો પણ ભાજપને કોઈ ફર્ક પડશે નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks