રાહુલ ગાંધીએ મોદીના મૌન સામે સવાલ ઉઠાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
૩૬ રાફેલ જેટના સોદામાં ડિફેન્સપાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનો પ્રસ્તાવ ભારત સરકો આપ્યો હોવાનો ખુલાસો ખુદ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાન્દેએ કર્યા બાદ પીએમ મોદી પર સૌથી મોટા પ્રહારો કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રેન્કોઇસ ઓલાન્દેએ પહેલીવાર ભારતના વડાપ્રધાનને ચોર કહ્યા છે. રાફેલ સોદાને ભ્રષ્ટ ગણાવતા રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં ‘પીએમ મોદી ભ્રષ્ટ છે’ શબ્દો નીચે લાઇન કરી હતી અને મોદીને પુછ્યું હતું કે, આ મુદ્દે તમે ક્યારે મૌન તોડશો. પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દેના રાફેલ સોદા અંગેના નિવેદનને ટાંકતા કહ્યું કે, અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમનો કોઇ નિર્ણય ન હતો. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ કહે છે કે, અનિલ અંબાણીની કંપનીને જે હજારો કરોડોની ભેટ આપી છે તે નરેન્દ્ર મોદીના કહેવા પર આપી છે. અમે હવે સ્પષ્ટ થઇ ગયા છીએ કે, ભારતના વડાપ્રધાન ભ્રષ્ટ છે. લોકો હવે સમજી ગયા છે કે, દેશનો ચોકીદાર હવે ચોર બની ગયો છે. વડાપ્રધાને બોલવું જોઇએ કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ સાચું કહે છે કે ખોટું. રાહુલે કહ્યું કે, અનિલ અંબાણીને દેવામાંથી ઉગારવા માટે મોદીએ કોન્ટ્રાક્ટ અપાવ્યો. વડાપ્રધાને પોતે જ અનિલ અંબાણીને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો. અનિલ અંબાણી ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના દેવામાં હતા અને પીએમ મોદીએ તેમને ઉગારી લીધા. રાહુલે વડાપ્રધાન મોદીને બચાવવાનો સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર આરોપ મુક્યો હતો અને રાફેલ સોદા મુદ્દે સંયુક્ત સંસદીય સમિતી રચવા માગ કરી હતી. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, દેશના વિવિધ સંરક્ષણ મંત્રીઓ શા માટે જુઠ્ઠું બોલે છે, તેઓ પીએમને બચાવવા માગે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks