(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતાં કહ્યું છે કે, વડાપ્રધાનની નીતિઓના કારણે જ કાશ્મીર ભડકે બળી રહ્યું છે. આ સરકાર કાશ્મીરને સંભાળ લેવામાં નિષ્ફળ નિવડી છે.
રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા જતી વેળાએ આ અંગે કહ્યું હતું કે, કાશ્મીર આપણો આંતરિક મામલો છે અને કોઈ પણ મુદ્દાના ઉકેલ માટે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. કાંેગ્રેસ પક્ષ હંમેશાથી આ વાતને ઉઠાવી રહ્યો છે કે, કાશ્મીર ભડકે બળી રહ્યું છે. નોંધનીય છે, સંસદનંુ ચોમાસુ સત્રમાં કોંગ્રેસ પક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. કાશ્મીર, મોબ લિંચિગના મુદ્દા પર કોંગ્રેસ સતત કેન્દ્રને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
Facebook
0
Twitter
0