Sports

વિરાટ કોહલી નહી મો.આમીરે જાહેર કર્યંર્ુ કોની સામે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ

હરારે, તા.૬
પાકિસ્તાનના ઝડપી બોલર મો.આમીર અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધો ઘણાં લોકપ્રિય છે. કોહલીએ મો.આમીરને પોતાની કારકિર્દી દરમ્યાન રમેલા બોલરોમાં સૌથી મુશ્કેલ બોલર ગણાવ્યો હતો. મો.આમીરે પણ પોતાના છેલ્લા ઈન્ટરવ્યુમાં કોહલીને બેસ્ટ બેટસમેન ગણાવ્યો હતો. હવે મો.આમીરનું કહેવું છે કે ઓસી.નો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ વર્લ્ડક્લાસ બેટસમેન છે. આમિરને સ્મિથ સામે બોલિંગ કરવી સૌથી મુશ્કેલી થાય છે. તેનું કહેવું છે કે સ્મિથ સામે બોલિંગ કરવામાં સૌથી મુશ્કેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મો.આમીરે સ્મિથ સામે વધારે બોલિંગ કરી નથી. અને ના તો ક્યારેય એવું થયું નથી કે સ્મિથે આમિરની જબરદસ્ત ધોલાઈ કરી હોય તો પછી આમિર આવું કેમ કહી રહ્યો છે. હાલ સ્મિથ દ.આફ્રિકામાં બોલ ટેમ્પરીંગના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા લગાવાયેલા ૧ર મહિનાના પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે.
સ્મિથે ૬૪ ટેસ્ટમાં ૬૧.૩૮ની સરેરાશથી ર૩ સદીની મદદથી ૬૧૯૯ રન બનાવ્યા છે તેની તુલનામાં કોહલીએ ૬૬ ટેસ્ટમાં પ૩.૪ સરેરાશથી પપર૪ રન બનાવ્યા છે જેમાં ર૧ સદી સામેલ છે.