મૌલાનાની અયોધ્યામાં હોસ્પિટલ બનાવવાની વાત પર ભડકેલા એન્કરે કહ્યું; નહીં ત્યાં રામમંદિર જ બનશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સમુદાયના એક ધર્મગુરૂએ ટીવીની ડિબેટમાં અયોધ્યામાં મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવવાની વાત કરી હતી. મુસ્લિમ ધર્મગુરૂની વાત સાંભળીને કાર્યક્રમના હિન્દુ એન્કર તેમની સામે ભડકી ગયા હતા. એન્કરે કહ્યું કે, હોસ્પિટલ બનાવવા માટે ઘણી જગ્યા પડી છે, ત્યાં રામમંદિર જ બનવું જોઈએ. આ આખી ઘટના હિન્દુ ન્યુઝ ચેનલ ન્યુઝ ૧૮ ઈન્ડિયાની છે. આ ચેનલ પર દર સાંજે એક ડિબેટ શો પ્રસારિત થાય છે. આ કાર્યક્રમમાં અયોધ્યાના મુદ્દા પર ડિબેટનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ ડિબેટ કાર્યક્રમમાં એક મુસ્લિમ મોલવી અતીક ઉર રહેમાને કહ્યું કે આટલા વર્ષોથી ત્યાં વિવાદ અટકેલો છે તો સારૂં એ રહેશે કે ન ત્યાં કોઈ મંદિર બને ના મસ્જિદ. ત્યાં હોસ્પિટલ બનાવવામાં આવે. મુસ્લિમ મૌલાનાની આ દલીલથી કાર્યક્રમના એન્કર અમીષ દેવગન નારાજ થઈ ગયા. અમીશ દેવગને મૌલાનાની વાત પર આપત્તિ બતાવતા ટ્‌વીટ કર્યું. જેમાં લખ્યું કે રામમંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવવાનું સૂચન તો સહેલાઈથી આપી શકાય. હોસ્પિટલ માટે ઘણી બધી જગ્યાઓ પડી છે. તમારે સમજવું જોઈએ કે આ આસ્થાનો સવાલ છે. ન્યુઝ એન્કરના આ ટ્‌વીટ પર લોકોએ પોતપોતાની ઘણી પ્રતિક્રિયા આપી હતી. યૂઝર્સએ ટ્‌વીટ પર કોમેન્ટ કરતાં લખ્યું કે, મંદિર તો ત્યાં જ બનશે, કાં તો હાથ જોડીને કાં તો હાથ પગ તોડીને.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks