પેટલાદના બાંધણી ગામે મૌલાના પર હુમલો કરતાં ગંભીર, આઈસીયુમાં

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૭
પેટલાદ તાલુકાનાં બાંધણી ગામે અજાણ્યા શખ્સોએ મોલાનાં પર હુમલો કરી તેઓને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા મોલાનાને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં તેઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે પણ ઘાયલ મોલાનાની પુછપરછ કરી હતી પરંતુ મોલાનાની સ્થિતી ગંભીર હોઈ હુમલાખોરો કોણ હતા અને શા માટે હુમલો કરવામાં આવ્યો તે વિગતો જાણી શકાઈ નથી.
બાંધણી ગામે બે દિવસ પૂર્વે ધાતક હથીયારો સાથે વાહન લઈ આવેલા અજાણ્યા હુમલાખોરોએ મોલાના આરીફ સૈયદ પર હુમલો કરી તેઓને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઈને ગંભીરપણે ઘાયલ થયેલા મોલાનાં આરીફ સૈયદને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેઓની હાલત ગંભીર હોઈ તેઓની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ગુજરાતટુડેએ આજે હોસ્પિટલમાં જઈને વિગતો જાણવાનો પ્રયાસ કરતા મોલાનાં આરીફ સૈયદનાં સંબંધીએ જણાવ્યું હતું કે મોલાનાની સ્થિતી ગંભીર હોઈ તેઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. પોલીસ તેઓનું નિવેદન નોંધવા આવી હતી પરંતુ તેઓની સ્થિતી સારી ના હોઈ પોલીસે તેઓની પાસેથી માત્ર વિગતો મેળવી હતી. જો કે હુમલાખોરો કોણ હતા અને શા માટે હુમલો કરવામાં આવ્યો હતો. તેની સંપૂર્ણ વિગતો હજુ તેઓ પણ જાણતા નહી હોવાનું જણાવ્યું હતું. તેમજ મોલાનાની તબીયત સારી થાય ત્યારબાદ તેઓજ આ અંગે વધુ વિગતો આપી શકશે તેમ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts