મુડીઝ રેટિંગમાં સુધારો ? : વડાપ્રધાન કાર્યાલયના ગુજરાતના બાબુઓએ વોશિગ્ટન ઈન્સ્ટીટ્યુટ સાથે લોબિંગ કરવા રણનીતિ ઘડી હતી : આંતરિક સૂત્ર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
શું હાલમાં વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના સીનિયર અધિકારીએ વોશિગ્ટન સ્થિત, ટોચના ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થાનો, વલ્ડ બેન્ક, મૂડી અને પ્યૂમા લોબિંગ કરીને ભારતના સારા રેટિંગ માટે હસ્તક્ષેપ કર્યો હતો ? આ વાત સાચી હોવાનું જણાય છે કે જો ગુજરાત સરકારના એક ટોચના આંતરિક સૂત્રની વાત સાચી માનવામાં આવે તો મને મોદી નજીકના આવા એક અધિકારીની ખબર છે જેઓ ગુજરાત કેડરના નિવૃત આઈએએસ અધિકારી છે અને ૨૦૦૨ ના કોમી તોફાનો બાદ તે મોદીના સૌથી વિશ્વાસપાત્ર અધિકારી રહ્યાં છે અને તેમણે જ ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં લોબિંગ કરીને ભારત તરફી સકારાત્મક અભિગમ દાખવવાની અપીલ કરી હતી. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની હેઠળ જેમણે કામ કર્યું હતુંમ તેમની પાસે એ બાબતનો પર્યાપ્ત અનુભવ છે કે તેઓ કેવી રીતે અમેરિકામાં લોબિંગ કરતાં હોય છે. આંતરરાષ્ટ્રીયી રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતનો સુધારો કરવાની વાતની હાંસી ઉડાવતાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી.ચીદંબરમે કહ્યું કે હજુ તો થોડા મહિના પહેલા મોદી સરકારે રેટિંગની કાર્યપદ્ધતિ પર સવાલો ખડાં કર્યાં હતા તેની ઝાટકણી કાઢી હતી અને હવે અચાનક મોદી સરકારને મૂડીઝના રેટિંગ પર પ્રેમ ઊભરાઈ ગયો છે. આ જ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ માટે ૬.૭ ટકાના વિકાસ દરનું અનુમાન કર્યું હતું. ૨૦૧૫-૧૬ માં ૮ ટકા ૨૦૧૬-૧૭ માં ૭.૧ ટકા અને ૨૦૧૭-૧૮ માં ૬.૭ ટકાનું અનુમાન રાખ્યું છે. મૂડીઝ દ્વારા દેશની શાખ ૧૩ વર્ષ બાદ વધવી સરકારના આર્થિક સુધારાઓનઈ મોડેથી કરવામાં આવેલી માન્યતા છે. તેમણે કહ્યું કે તેનાથી દેશની રાજકોષીય ખાદ પ્રભાવિત થઈ શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર ૨૦૧૦ એક ટોચની કંપનીએ અમેરિકી ફાઈનાન્સ ઉદ્યોગ માટે છબી સુધારવાની ઝૂંબેશ શરૂ કરી હતી. મૂડીઝ દ્વારા દેશની શાખ ૧૩ વર્ષ બાદ વધવી સરકારના આર્થિક સુધારાઓનઈ મોડેથી કરવામાં આવેલી માન્યતા છે. મનમોહનસિંહે કાચા તેલના ભાવમાં વધારાની પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે તેનાથી દેશની રાજકોષીય ખાદ પ્રભાવિત થઈ શકે છેગુજરાતના આંતરીક સૂત્રોએ એ વાતની ચોક્કસ માહિતી આપી નથી કે મોદીના મેકઓવર માટે કોણે લોબિંગ કર્યું હતું. પરંતુ ૨૦૧૭ માં એવો પુરતા પુરાવાઓ મળ્યાં હતા કે દાળમાં કંઈક કાળું છે. ઓગસ્ટ આવતાં સુધીમાં જ બધું દીવા જેવું ચોખ્ખુ લાગવા માંડ્યું હતું. ૧૯૮૮ ની કેડરના આઈએએસ એસ અર્પણાની નિયુક્તી, જેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી હતી તે ઉપરાંત, તેમણે વલ્ડ બેન્કના એક્ઝીક્ટીવ ડાયરેક્ટર તરીકે ભારત,બાંગ્લાદેશ, ભૂતાન અને શ્રીલંકાનું ત્રણ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું.
(સૌ. સબરંગ ઈન્ડિયા)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks