મોરબીમાં હોન્ડા શો રૂમના માલિકને લૂંટવાનાં નિષ્ફળ પ્રયાસથી ચકચાર

મોરબી,તા.ર૪
મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ શખ્સોને પોલીસે દેશી તમંચા અને મરચાની ભૂકી સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. મોરબી એ ડિવિઝન પીઆઈ આર.જે.ચૌધરી સહિતનો સ્ટાફ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે સ્કાય મોલ પાસે ત્રણ શખ્સો હથિયારો સાથે લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા છે. જેના આધારે પોલીસે સ્કાય મોલ પાસે વોચ ગોઠવી નંબર પ્લેટ વગરના બાઈક પર સવાર ત્રણ શખ્સોની શંકાસ્પદ હિલચાલના આધારે અટક કરી હતી. પોલીસ ત્રણેય શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી એક લોડેડ દેશી તમંચો છરી અને મરચાની ભૂકી મળી આવી હતી. જેથી પોલીસે હથિયારો સાથે ઝડપાયેલા બાઈક સવાર રૂપેશ બટુકભાઈ ઠાકર (ઉ.વ.૨૨, તથા રૂષિરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૨૩, અને રાજદીપ ગિરધરભાઈ લગીધીર (ઉ.વ.૨૨, રહે.નવલખી રોડ મુળ સોખડા) સહિત ત્રણેય મોરબી તાલુકા વાળાની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ત્રણેય શખ્સોએ સ્કાય મોલ પાસે આવેલા વિનાયક હોન્ડા શો રૂમના માલિક મિતેષભાઈ બાવરવા પૈસા લઈને ઘરે જવા નિકળે ત્યારે તેમને લૂંટી લેવાનું કાવતરૂં ઘડ્યું હોવાની ચોંકવનારી કબુલાત આપી હતી જેથી હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks