માળિયામિંયાણા, તા.૧૭
મોરબી જિલ્લા અદાલતમાં વધુ એક કોર્ટનો સમાવેશ થઈ ગયો છે. જેમાં મહિલાઓ માટે અલગ જ ફેમિલી કોર્ટની રચના કરવામાં આવી છે. જે મોરબી ન્યાયમંદિર ખાતે આજરોજ ફેમિલી કોર્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રિઝવાનાબેન ઘોઘારીના હસ્તે ઓપનિંગ કરી ફેમિલી કોર્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કોર્ટને પ્રિન્સિપાલ જજ દેવલુક સંભાળશે. આ પ્રસંગે મોરબ જિલ્લા કલેક્ટર મોરબી બાર એસોસિએશન પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ પી.વી.વ્યાસ, સેકેટરી અશોક ખુમાણ સહિત મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર, તાલુકાના તમામ સભ્યો, ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. આ કોર્ટની ઓપનિંગ બાદ મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રિઝવાનાબેન ઘોઘારી અને દેવલુકે પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે, ફેમીલી કોર્ટનો હેતુ એક મહિલાને સાચો ન્યાય મળે બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તે પ્રત્યે બંને પક્ષોને ન્યાય મળી રહે અને તમામ કેસોનો સુખદ નિકાલ કરી અંત આવે તેવા પ્રયાસો કરી મહિલાઓમાં સ્ત્રીશસ્ત્રીકરણની જાગૃતતા આવે અને મહિલાઓને લગતા તમામ કેસોને ન્યાય મળી રહે તે હેતુસર મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત ફેમિલી કોર્ટને ખુલ્લી મૂકવામાં આવી છે જેથી મોરબી જિલ્લો બનતા રાજકોટ સ્થિત ફેમિલી કોર્ટ મોરબીમાં આવી જતા મોરબી જિલ્લાના તમામ લોકોને રાજકોટના ધરમધક્કામાં રાહત મળશેે.