મોરબી નગરપાલિકાના રોજમદાર કામદારોની હડતાલે જોર પકડ્યું : મામલતદારને આવેદન

મોરબી, તા.૧૬
મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની ૪ જાન્યુઆરીથી ચાલી રહેલ હડતાલ દિવસેને દિવસે ઉગ્ર બનતી જાય છે. જેમાં સફાઈ કામદારોને દૈનિક વેતન રૂા.૨૩૦ લેખે ચુકવાય છે તેમજ અનેક મુદ્દાઓની માંગ સાથે પાલિકાના કર્મચારીઓએ થાળી વેલણ વગાડી રેલી કાઢી હતી. જેના લીધે છેલ્લા આલથી દસ દિવસથી સફાઈ કામગીરી ઠપ્પ ગઈ છે. જેની સીધી અસર શહેરીજનો પર પડી રહી છે. કારણ કે સફાઈ ન થવાથી ઠેરઠેર ગંદકી કચરો જોવા મળી રહ્યો છે. પાલિકાના ૨૦૦ જેટલા રોજમદારોએ જેલ રોડથી થાળી વેલણ વગાડતા વગાડતા મામલતદાર અને કલેક્ટર કચેરી એ પહોંચી કલેક્ટર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા હતા. કોન્ટ્રાકટ બેઝ ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસથી હડતાલ કરીને કામકાજથી અળગા રહ્યા છે છતાં તેના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે રેલી યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કર્મચારીઓને રૂા.૨૩૦ દૈનિક વેતનમાં કોન્ટ્રાકટ બેઝથી કામે રખાય છે. જેનો વિરોધ કરીને સફાઈ કર્મચારીઓને પાલિકાના કર્મચારીઓની માફક વેતન મળે. ઈ.પી.એફ પી.એફ. સહિતના લાભોથી વંચિત રખાઈ છે જે તમામ લાભ મળે તેવી માંગ સાથે હડતાલ કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓની રેલી મામલે પાલિકા ઉપપ્રમુખ વિપક્ષ પર પ્રહારો કરી જણાવે છે કે આંદોલન રાજકીય પ્રેરિત છે. કર્મચારીઓના પગાર વધારાના પ્રશ્ન ઉકેલવા તૈયાર છે પરંતુ રાજકીય પ્રેરણાથી આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે જ્યારે સફાઈ કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે. આવેદનપત્ર આપતી વેળાએ મહિલાની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks