(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧પ
મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સોનુ ડાંગર સામે પગલા ભરવા ઉગ્ર માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.સમગ્ર ગુજરાતમાં સોનુ ડાંગરે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પયગંબર સાહેબ વિષે બિભત્સ ટિપ્પણીઓ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ઠેર ઠેર સોનું ડાંગર વિરૂદ્ધ આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મૌનરેલીમાં જોડાયા હતા અને વિશાળ જનમેદની સાથે રેલીએ કલેક્ટર કચેરી તરફ આગેકૂચ કરી હતી તેમજ લેડીડોન તરીકે ઓળખાતી સોનંુ ડાંગરે મુસ્લિમ સમાજના પયગંબર સાહેબ અને સમાજ વિષે અશોભનિય અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાવેલ છે જેના કારણે હિન્દુ-મુસ્લિમ એકતાને તોડી શાંતિ ડોહળવાનો હીન પ્રયાસ કરેલ છે જેની સામે મોરબી સુન્ની મુસ્લિમ સમાજે રેલી કાઢી તાત્કાલિક પકડી ગુનો નોંધી પકડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુન્ની મુસ્લિમ સમાજ જલ્લદ આંદોલન કરી ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી હતી.