મોરબીમાં મકાન ખાલી કરાવવા પ્રશ્ને યુવાનની છરી હુલાવી નિર્મમ હત્યા

મોરબી, તા.૧૬
મોરબી વિશિપરા વિસ્તારમાં ભાડાનંુ મકાન ખાલી કરાવવા બાબતે બે શખ્સોએ બ્રાહ્મણ યુવાનની લોથ ઢાળી દેતા ચકચાર મચી ગઈ હતી. જે અંગે મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ પાછળ સાંઈબાબાના મંદિર નજીક રહેતા સીમાબેન બળવંતભાઈ ચાવડા જાતે-બ્રાહ્મણ (ઉં.વ.૩૨) એ મોરબી બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધવી છે કે કાલે રાત્રે તેના ભાઈ કાનજીભાઈ લાભશંકર ચાઉં તેના મિત્ર સદ્દામ સાથે સમીરશા યાકુબશા (રહે.શાંતિવન સ્કૂલની બાજુમાં મેઈન રોડ મોરબી-૨)માં તેના ઘરે ઘર ખાલી કરાવવા ગયા હતા તે બાબતનો ખાર રાખી સમીરસશા અને તેના મિત્ર એ મળીને લાભશંકર પાસે આવીને ઘર કેમ ખાલી કરાવવા આવ્યો હતો કહી તેની સાથે બોલાચાલી કરી ગાળો દઈ તેની પાસે રહેલી છરી વડે લાભશંકરના છાતીના ભાગમાં ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ તેમની બહેનને થતા ચાર બહેનના એકના એક ભાઈની હત્યા થઈ જતા આભ તૂટી પડ્યું હતું. આ બનાવની મોરબી બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ફરાર થઈ ગયેલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks