પૂર્વી મોસુલમાં દાઈશે બે કારમાં બોંબ વિસ્ફોટ કરતાં ૧૮નાં મોત

(એજન્સી)                                                  મોસુલ,તા.૧૮

મોસુલમાંથી દાઈશને હાંકી કાઢવા માટે ઈરાક અને સાથી લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલી  કાર્યવાહીથી ઉશ્કેેરાયેલાએ દાઈશે અલ નૂર અને અલ તમીમ શહેર પાસે બે કારમાં બોંબ વિસ્ફોટ કરતા ૧૮થી વધુ નાગરીકોના માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. મોસુલને દાઈશના તાબામાંથી છોડાવવા માટે કાર્યવાહી કરી રહેલા ઈરાકી સેનાના મેજર જનરલ માન અલ સાદીએ જણાવ્યું કે ૧૨મી ડિસેમ્બરના રોજ સેનાએ અલ નૂર પર કબ્જો મેળવી લીધો હતો. શનિવારે પણ ઈરાકી સેનાએ અલ બાબ પાસે આવેલા દાઈશના સંર્પક કેન્દ્ર પર હવાઈ હુમલો કર્યો હતો.

ઈરાકી સેનાના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે ડિરેકટર જનરલ ફોર ઈન્ટેલિજન્સ એન્ડ સીક્યુરિટીના સહયોગથી હવાઈ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. અલ્બુ સૈફ શહેર પાસે આવેલી દાઈશની હથિયારોની વખાર પર હુમલો કરી નષ્ટો નાબૂદ કરી નાખી હતી. ઈરાકી સેનાએ  મોસુલમાં દાઈશના હથિયાર કેન્દ્ર, સંપર્ક કેન્દ્ર અને નાણાંકીય વ્યવહાર કેન્દ્ર પર હુમલા કર્યા હતા.

તલ અફર પાસે દાઈશના હથિયાર કેન્દ્ર, બોંબ ઊત્પાદક વિસ્તારો સહિત અન્ય સ્થળો પર ઈરાકી સેનાએ કાર્યવાહી કરી નષ્ટ કરી નાખ્યા હતા. મોસુલને દાઈશના ચુંગલમાંથી છોડાવવા માટે હશદ અલ શાઅ’બી, પી.એમ.યુ, કુર્દિશ પેશમરગા  સહિતના દળો ઈરાકી સેના સાથે કાર્યવાહી કરી રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks