મોસ્કો કોર્ટમાં ગોળીબારમાં ૩નાં મોત

(એજન્સી) તા. ર
રશિયાના પાટનગર મોસ્કોમાં મંગળવારે એક સ્થાનિક કોર્ટની બહાર થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા હતા અને અન્ય પાંચ લોકો ઘવાયાના સમાચાર છે. આ સમાચાર એક જાણીતા મીડિયાએ આપ્યા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે કોર્ટમાં લૂંટફાટના મામલે સુનાવણી દરમિયાન લૂંટ અને હત્યા મામલે આરોપી પાંચ લોકોએ સુરક્ષાકર્મીઓથી હથિયારો ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાક્રમ મુજબ નાસભાગ દરમિયાન ત્રણ શંકાસ્પદોનાં મોત થયા હતા જ્યારે અન્ય બે અપરાધી અને ત્રણ સુરક્ષાકર્મચારી ઘવાયા હતા. રશિયન ઇન્વેસ્ટિગેશન કમિટી તરફથી જણાવાયું હતું કે આરોપીઓને બે સુરક્ષાગાર્ડોએ ઘેરી લીધા હતા. દરમિયાન એક ગાર્ડનું ગળું દબાવવાનો પ્રયાસ કરાયો અને અન્ય આરોપી સુરક્ષા કર્મચારીઓના હથિયારો છીનવી નાસવા લાગ્યા હતા ત્યારે કોર્ટ પરિસરમાં ઉપસ્થિત અન્ય સુરક્ષાકર્મીઓએ તેમનો પીછો કર્યો અને ત્રણ આરોપીઓને ઠાર માર્યા હતા. આ ઘટનામાં બે સુરક્ષાકર્મી પણ ઘવાયાના સમાચાર મળ્યા છે. સરકારે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે નવ લોકોની એક ગેંગને સુનાવણી માટે અદાલતમાં લવાયા હતા. તે દરેક એક ડઝનથી વધુ બાઈકસવારોની હત્યા મામલે શંકાસ્પદ છે. રશિયા નેશનલ ગાર્ડના પ્રવક્તા યેવેગ્રે કુબયશકિને જણાવ્યું કે ત્રણ કાયદા પ્રવર્તન અધિકારી પણ ઘવાયા છે. તેના પહેલા આરોપીઓના વકીલે મુખ્ય તપાસકર્તાઓ હવાલો આપી કહ્યું કે ગોળીબારમાં ચાર આરોપીઓનાં મોત થયા છે. અભિયોજનપક્ષના વકીલે જણાવ્યું કે ગેંગના સભ્ય માર્ગો પર કાંટા ફેલાવતા હતા જે કારણે બાઈકસવારોને વાહનો અટકાવવા કે ધીમા કરવા પડે ત્યારે ગેંગના લોકો ગોળી મારી તેમની હત્યા કરી નાખતા. દરેક નવ આરોપી મધ્યએશિયાથી છે. તેમના પર ૧૭ હત્યા અને બે હત્યાના પ્રયાસોના આરોપ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts