મોસુલમાં પરત ફરી રહેલા નાગરિકો માટે ISનો ભય હજુ યથાવત

(એજન્સી) મોસુલ, તા.૧૧
મોસુલના જૂના શહેરમાં પરત ફરેલ સ્થાનિક નાગરિક અબુ ગાઝી તેના ઘરની બહાર બેસીને સિગારેટ પી રહ્યો છે. કેટલાક સૈનિકો પેટ્રોલિંગ કરતાં નજરે ચઢી રહ્યાં છે અને સમગ્ર વિસ્તારમાં ભારે શાંતિ પ્રસરી ગઇ છે. તે કહે છે કે આખું મકાન જમીનદોસ્ત થઇ ગયું છે અને હવે તે નવી શરુઆત કરવાનો છે.
આમ તેમ તેની ઘરની આજુબાજુ કાટમાળ વિખેરાયેલું દેખાય છે. તેની પાસે કોઇ બચત પણ નથી. મક્કાવી સ્ટ્રીટમાં બુધવારે ૧૦૦ યાર્ડ દૂર વિસ્તારમાં ફેડરલ પોલીસે આઇએસના એક વરિષ્ઠ જ્યુડિશિયલ ઓફિસરને ઠાર માર્યો હતો. તે અંડરગ્રાઉન્ડ ટનલમાંથી ધસી આવ્યો હતો. અહીં તે છૂપાયેલો હતો. આવી જ ઘણી ઘટનાઓ અને આઇએસના આતંકીઓના સમાચાર મળતા રહ્યાં છે. આ કારણે જ પશ્ચિમ મોસુલમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિકો ભયભીત છે. પશ્ચિમ મોસુલમાં હાલમાં પણ સેના તહેનાત છે ત્યાં શોધખોળ અભિયાન ચાલુ છે. શંકાસ્પદોને પકડી પાડવાનો પ્રયાસ સક્રિય છે.
હજુ પણ ત્યાંથી માઇન્સ અને વિસ્ફોટક પદાર્થો મળી રહ્યાં છે. આ માહિતી સૈન્યના પ્રવક્તાએ આપી હતી. તેમણે કહ્યું કે મોસુલમાં સ્થાનિકોનું પરત ફરવું હજુ પણ ખતરાથી ખાલી નથી. તદઉપરાંત નજીકના દૌરાત અલ હમ્માઇલમાં એક વર્કશોપ ચલાવતાં રાદ અબ્દેલ અઝીઝ કહે છે કે આઇએસના આતંકીઓને પરાજિત કરવા અને સરકાર દ્વારા આઇએસ પર વિજયની જાહેરાત કરવા છતાં હજુ પણ ઘણા વિસ્તારોમાં પાછા ફરવું ભયજનક છે તેમ છતાં તે સ્થાનિકોને પરત ફરવા માટે અપીલ કરે છે. એક અઠવાડિયા અગાઉ તેનો ભત્રીજો અલી અહીં હાજર હતો. તેણે જોયું કે એક આતંકી ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે ઘરના કેટલાક નાગરિકોને ઘાયલ કરી દીધા. જોકે ફેડરેલ પોલીસે સમયસર કાર્યવાહી હાથ ધરી તેને અટકાયતમાં લઇ લીધો હતો. અબ્દેલ અઝીઝ કહે છે કે મને પાછા ફર્યાના બે અઠવાડિયામાં જ મેં કામગીરી શરુ કરી દીધી હતી. હું લોકોને અપીલ કરું છું કે તેઓ ઝડપથી પાછા ફરે અને પોતાના ધંધા શરૂ કરે. તે કહે છે કે હવે જીવન ફરીથી પાટા પર આવી રહ્યું છે. અબ્દુલ ગાઝી અને રાદ જેવા ડઝનેક લોકો છે જે પશ્ચિમ મોસુલમાં સેના અને આતંકી વચ્ચેની અથડામણમાં વિસ્થાપિત થયા હતા. જોકે હવે સૈન્યએ મજબૂત રીતે વિસ્તાર પર કબજો જમાવી લીધો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks