‘મધર ડે’ ધીરે ધીરે જાગૃત ડેમાં ફેરવાઈ થતો જઈ રહ્યો છે. હાલમાં જ લંડનમાં મધર ડેને સેલિબ્રેટ કરવામાં આવ્યો ‘બ્રેસ્ટ ફીડિંગ ડે’ રૂપે. જેમાં માને આ વાત માટે જાગૃત કરવાની કોશિશ કરવામાં આવી, તે બાળકોને ફીડ કરાવે. વસ્તુતઃ અત્યાર સુધી મધર ડે માત્ર માતાને ભેટ આપવા સુધી જ સીમિત હતો. પરંતુ હવે તે જાગૃતતા અભિયાનમાં બદલાય રહ્યો છે. ‘જનનીની જોડ સખી નંઈ જડે રે લોલ’
ક્યાં કેવી રીતે થયો પ્રારંભ
ઈંગ્લેન્ડ : ઈંગ્લેન્ડમાં ૧૭મી શતાબ્દીમાં ૪૦ દિવસોના ઉપવાસ બાદ ચોથા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવતો હતો. આ દરમ્યાન લોકો ચર્ચમાં પ્રાર્થના પછી નાના બાળકો ફૂલ કે ભેટ લઈને પોતપોતાના ઘરે જતા હતા. આમાં બાળકોએ માનું સ્મરણ કરવાનું હોય છેે.
બોલિવિયા : બોલિવિયા દક્ષિણી અમેરિકાનો એક દેશ છે. અહીં ર૭ મેએ મધર્સ ડે મનાવવામાં આવે છે. અહીં મધર્સ ડેનો મતલબ કોરોનિલ્લા યુદ્ધનું સ્મરણ કરવું છે. વસ્તુતઃ ર૭ મે ૧૮૧રએ અહીંના કોચાબામ્બા શહેરમાં યુદ્ધ થયું. ઘણી મહિલાઓને સ્પેનિશ સેના દ્વારા કતલ કરી દેવામાં આવી. આ બધી મહિલાઓ સૈનિક હોવા છતાં મા પણ હતી, એટલે ૮ નવેમ્બર ૧૯ર૭એ અહીં એક કાયદો પસાર કરવામાં આવ્યો કે આ દિવસ મધર્સ ડે રૂપે મનાવવામાં આવશે.
યુગોસ્લાવિયા :
યુગોસ્લાવિયામાં મધર્સ ડેનું ચલન ૧૯મી શતાબ્દી સુધી બિલકુલ ખતમ થઈ ગયું હતું. જો કે મધર્સ ડે મનાવવાની આધુનિક શરૂઆતનો શ્રેય અમેરિકી મહિલાઓ, જુલિયા બાર્ડ હોવે અને એના ઝાર્વિસને જાય છે.
વર્જિનિયા : વર્જિનિયામાં મધર્સ ડેની શરૂઆત વેસ્ટ એના ઝાર્વિસ દ્વારા સમસ્ત માતાઓ માટે ખાસ રૂપે કરવામાં આવી. જેથી તેમના પારિવારિક તેમજ તેમના પરસ્પર સંબંધોને સન્માન મળે. માના લાડ અને પ્રેમને આમ તો શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. પણ કેટલાક લેખકોએ પોતાની ભાવનાઓને શબ્દોમાં પરોવીને પાનાઓ પર ઉતારવાની કોશિશ કરી છે. ભલે આ લેખકોએ આ પુસ્તકોના માધ્યમથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હોય, પરંતુ તમે જ્યારે આને વાંચશો તો તમને અહેસાસ થશે કે આ ક્યાંયના ક્યાંય તમારા પણ દિલની વાત છે, જો તમે આ પુસ્તકોથી અત્યાર સુધી અજાણ હતા તો જાણો આના વિશે….
મા એક કહાની
આમાં તમને બે પુસ્તકોનો એક સંગ્રહ મળશે. આ બે પુસ્તકોમાં બાળકો માટે ર૮ નૈતિક વાર્તાઓ છે, જે માની ભાવનાઓથી જોડાયેલ છે.
જનની
આ પુસ્તકની લેખિકા છે રિકી ભટ્ટાચાર્ય. આ પુસ્તકમાં લેખિકાએ માના એક રૂપને ઘણી સુંદરતાથી રજૂ કર્યું છે. આમાં એક માના અહેસાસ અને દીકરીની ભાવનાઓને ઘણી સુંદરતારૂપે ઉતારવામાં આવી છે. આટલું જ નહીં આ પુસ્તકમાં તમને એક પિતા અને પુત્રના અનોખા બંધનને પણ વાંચવાની તક મળશે.
ધી એડવેન્ચર ઓફ માઈટી મૉમ
આ પુસ્તકની લેખિકા છે રિકી ભટ્ટાચાર્ય. આ પુસ્તકમાં લેખિકાએ માતૃત્વને ઘણી ખૂબસુરતીથી ઉતાર્યું છે. આમાં માનો અહેસાસ અને પુત્રીની ભાવનાઓની સુંદર અભિવ્યક્તિ છું.
મધર ઈન્ડિયા
મધર ઈન્ડિયાનું પુસ્તક લખ્યું છે લેખિકા ગાયત્રી ચેટરજીએ મધર ઈન્ડિયા પુસ્તક મા પર ફોક્સ છે અને આમાં એક એવી મહિલાની વાર્તા છે જેની પાસે ના પોતાનું ઘર હોય છે અને ના તો પતિ. તે કોઈ પ્રકારે પોતાના બાળકોની સાથે સમાજમાં પોતાની જગ્યા બનાવે છે, આમાં તમને સમજવા અને જાણવા મળશે. આ પુસ્તકની ઉમદા લેખન સામગ્રી.