બ્રિટન : વડાપ્રધાન થેરેસા મેને મોટો ફટકો, બ્રેક્ઝિટ મંત્રીએ આપ્યું રાજીનામું

(એજન્સી) લંડન, તા.૯
બ્રિટનના બ્રેક્ઝિટ મંત્રી ડેવિડ ડેવિસ અને તેમના એક સહયોગીએ રાજીનામું આપી દીધું છે. તેમનું આ પગલું પોતાના પક્ષને એકજૂથ કરવાનો પ્રયત્ન કરી રહેલ વડાપ્રધાન થેરેસા મે માટે એક મોટા ફટકા સમાન માનવામાં આવી રહ્યું છે. મેની યોજના યુરોપીય સંઘમાંથી બહાર નીકળવા છતાં તેની સાથે મજબૂત આર્થિક સંબંધ યથાવત રાખવાની છે. ડેવિસે કાલે થેરેસા મેને લખેલા એક પત્રમાં કહ્યું કે, આ નીતિના સામાન્ય નિર્દેશ અમને વાતચીતની નબળી પરિસ્થિતિમાં લાવીને મૂકી દેશે અને શક્ય છે કે, તેમાંથી બચવાનું પણ મુશ્કેલ હશે. બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ, જુનિયર બ્રેક્ઝિટ મંત્રી સ્ટીવ બેકરે પણ રાજીનામું આપી દીધું છે. બંનેએ રાજીનામું આપ્યું તેના બે દિવસ પહેલા જ કેબિનેટે તે યોજનાને મંજૂરી આપી હતી, જેમાં એક બેઠકમાં બ્રસેલ્સની સાથે વાતચીતના માર્ગો ખોલવાના પ્રયત્નને સંબંધિત વાતો સામેલ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks