National

દલિતોના મુદ્દે મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનું ર૬મી નવેમ્બરે મોટું સંમેલન

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દેશના અનેક રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ દલિતોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને ઘેરવા પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા દિલ્હીમાં ર૬ નવે.ના રોજ ‘સંવિધાન દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત અધ્યક્ષ રાહુલ ગાંધી દલિત સમાજના પ્રતિનિધિ તેમજ ચિંતકો ઉપસ્થિત રહેશે. અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ નીતિન રાઉતે જણાવ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જે પ્રકારે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ બંધારણ પર હુમલો કરી રહી છે એના વિરૂદ્ધ અમે લડત આપીશું. કેન્દ્રની સરકાર દ્વારા બંધારણીય સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે અને અનામત નાબૂદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આવા મુદ્દે કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકારને ઘેરાવમાં લેશે. રાઉતે દાવો કર્યો કે, મોદી સરકારમાં દલિત સમાજ ખૂબ જ હેરાન છે. એસસી/એસટી કાયદો નબળો કરવા પ્રયાસ કરવામાં આવ્યો અને વારંવાર અનામત સમાપ્ત કરવાની વાત થઈ રહી છે. પદોન્નતિમાં અનામત મામલે મોદી સરકારે મૌન ધારણ કર્યું છે. દલિતો પર હુમલાઓ થઈ રહ્યા છે. આ તમામ સવાલોને લઈને દલિત અને નબળા વર્ગના લોકો આ ચૂંટણીઓ અને લોકસભા ચૂંટણીમાં પાઠ ભણાવશે. આ અગાઉ કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગે આ જ વર્ષમાં ર૩ એપ્રિલના રોજ ‘બંધારણ બચાવો’ સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સરકાર પર બંધારણીય સંસ્થાઓ પર હુમલાનો આરોપ મૂક્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.