નશામાં ચૂર યુવાને પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૨૯
જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલમાં યુવાનના આપઘાત મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સામે આવેલ સીસીટીવી જોઇને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે, યુવાને પાંચમા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. યુવાને પાંચમા માળેથી કુદીને આપઘાત કર્યો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુવાન રેશલગ પાસે આવીને ઉભો રહે છે અને ત્યાર બાદ આસપાસ કોઈ ન હોવાથી તે ત્યાંથી નીચે ઝંપલાવી દે છે. મહત્વનું છે કે, મૃતક ઉનાનો રહેવાસી હતો અને તેના પિતાની સારવાર અર્થે હોસ્પિટલ આવ્યો હતો જ્યારે પિતાની બિમારી સહન ન થતાં આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે, પિતાની બિમારી સહન ન થતા યુવાને આપઘાત કર્યો બાકી હકીકત શુ છે તે હજુ ચોક્કસપણે કહી ન શકાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks