ભાવનગર, તા.ર૭
બોટાદ ગામે રહેતા જેન્તીભાઈ મગનભાઈ મોનિયાના પત્ની કામીનીબેન (ઉ.વ.ર૦)ને પ્રસુતિ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં પ્રસૂતા દરમ્યાન નવજાત શિશુ અને માતાનું પણ મોત નિપજતા અને માતા પુત્રના મરણ ડૉ.ની બેદરકારીને કારણે થયેલ હોવાનો આક્ષેપ કરતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારબાદ આજે મંગળવારે બપોરના સુમારે મૃતક માતા અને નવજાતશિશુના પેનલ પી.એમ. માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.