National

MP પેટા ચૂંટણીઓ માટે કોંગ્રેસનું ઘોષણાપત્ર : કોરોનાથી મરનારાઓને પેન્શન અને ખેડૂતોની લોન માફી

 

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે મધ્યપ્રદેશવિધાનસભા પેટા ચૂંટણી પણ યોજાશે. આ માટે કોંગ્રેસે પોતાનું ઘોષણા પત્ર જારી કર્યું છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ઘોષણા પત્રમાં ફરી એકવાર ખેડૂતોની લોન માફીની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત કોરોનાથી મરનારાઓને પેન્શન આપવાની વાત પણ કરાઇ છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે વચન પત્ર જારી કરતા કહ્યું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે, કોંગ્રેસ ફરીવાર રાજ્યમાં સત્તામાં પરત ફરશે. તેમણે મુખ્યમંત્રી શિવરાજ પર પ્રહાર કરતા કહ્યું કે, મને ૧૫ ટકા કહે છે પણ તેઓ ૧૧૫ ટકા છે. અમે ૨૦૧૮ની ચૂંટણી માટે એક વચન પત્ર બનાવ્યો હતો જેમાં ૯૭૪ વચનો આપ્યા હતા. આ દરમિયાન ૧૫ મહિના કોંગ્રેસની સરકાર રહી જેમાં અઢી મહિનો આચાર સંહિતા લાગુ રહી અને એક મહિનો સોદાબાજી ચાલી. અમે આ દરમિયાન ૫૭૪ વચનો પૂરા કર્યા છે. કમલનાથે કહ્યું કે, અમારે કોઇની માફી માગવાની જરૂર નથી. અમારી સૌથી મોટી સાક્ષી સામાન્ય જનતા છે. અમે ખેડૂતોની લોન માફ કરી, ૧૦૦ રૂપિયામાં વિજળી આપી. ભાજપ પર નિશાન સાધતા કમલનાથે કહ્યું કે, શિવરાજને જનતાએ ૧૫ વર્ષ બાદ ઘરે બેસાડ્યા હતા પરંતુ તેમણે સોદાબાજી કરી અને સરકાર બનાવી લીધી. આ વખતે મધ્યપ્રદેશની સરકાર તેમના ચુંગાલમાં નહીં આવે અને તેમને તમાચો મારશે. શિવરાજે જુઠ્ઠી ઘોષણા સિવાય કશું જ આપ્યું નથી. છેલ્લા સાત મહિનામાં સોદાબાજી, નારિયેળ ફોડવા, જુઠ્ઠી ઘોષણાઓ, શિલાન્યાસ સિવાય શિવરાજ કશુ જ કરી શક્યા નથી. જ્યારે કોઇ ચૂંટણી આવે ત્યારે ક્યારેક પાકિસ્તાન, ક્યારેક ચીનની વાત સામે આવી જાય છે જેથી જનતાનું ધ્યાન બીજી તરફ ખેંચાઇ જાય. કોંગ્રેસની ઘોષણામાં બાવન વચનો કરાયા છે જેમાં ગૌવર્ધન સેવા, કોરોનાથી મરનારાઓને પેન્શન, ખેડૂતોની સમગ્ર લોન માફી, વ્યાજ વિના લોન જેવા મુદ્દા સામેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.