મધ્યપ્રદેશમાં ખ્રિસ્તી કોલેજમાં ઘૂસીને આરતી ગાવા માગતા એબીવીપી કાર્યકર્તાઓએ ભારે ધમાલ મચાવી

(એજન્સી) ભોપાલ, તા.પ
મધ્યપ્રદેશના વિદિશામાં ગુરૂવારે ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીના કાર્યકર્તાઓએ ખ્રિસ્તી કોલેજ સેન્ટ મેરી પીજમાં ઘૂસીને આરતી ગાવાથી રોકવામાં આવતા તેમણે ભારે તોફાન મચાવી દીધું હતું. એબીવીપીના કાર્યકર્તાઓ ખ્રિસ્તી કોલેજના પરિસરમાં ભારતની આરતી ગાવા માગતા હતા પરંતુ તેમને આ માટે પરવાનગી આપવામાં આવી નહોતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કોલેજ પરિસરની અંદર આરતી ગાવાની જાહેરાત કરી હતી. એબીવીપીના કાર્યકર્તાઓનું જિલ્લા અને કોલેજ વહીવટી તંત્રએ કોલેજ પરિસરમાં આરતી ગાવા માટે પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ગુરૂવારે બપોરે એબીવીપીના હજારો કાર્યકરો કોલેજની બહાર એકત્રિત થઈ ગયા હતા અને દેશભક્તિના નારા પોકાર્યા હતા. આરતી ગાવાની પરવાનગી ન મળતા એબીવીપી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ કોલેજ વહીવટ દ્વારા સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. સુરક્ષાને પગલે કોલેજ બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks