“મધ્યપ્રદેશના સતનામાં રેપ થયેલ ચાર વર્ષીય પીડિતાની હાલત ગંભીર, વિમાન દ્વારા એઇમ્સમાં લઈ જવામાં આવી, એક શખ્સની ધરપકડ”

(એજન્સી) સતના,તા.૩
સતના જિલ્લા ખાતે રવિવારે રાતે ચાર વર્ષીય બાળકી પર ૨૩ વર્ષીય શખ્સ દ્વારા કથિત પણે રેપ કરવામાં આવ્યો હતો. પોલીસે સોમવારે જણાવ્યું હતું. આરોપીએ બાળકીને ઘરેથી ઉઠાવીને તેના પર રેપ કરી તેણીને મરેલી સમજી ખેતરમાં ફેંકી દીધી હતી. આ પહેલાં મંદસોરમાં બે શખ્સો દ્વારા આઠ વર્ષીય બાળકી પર રેપ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આરોપીનું નામ મહેન્દ્રસિંહ ગૌડ છે જેની ધરપકડ કરવામાં આવી છે, યુચેહારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેશ શર્માએ જણાવ્યું. આ મામલો સતના જિલ્લાના પન્ના ગામનો છે. બાળકી જ્યારે પોતાના ઘરે સુઈ રહી હતી ત્યારે આરોપી તેણીને ઉઠાવીને લઈ ગયો અને ત્યારબાદ તેના હાથ પગ બાંધીને રેપ કર્યો હતો. ત્યારબાદ બાળકીને મરેલી સમજીને તેણીને ત્યાં જ ખેતરમાં છોડીને ભાગી ગયો હતો. ગામના લોકોએ તત્કાળ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બાળકીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં તેની હાલત બગડતા તેણીને વિમાન દ્વારા દિલ્હીના એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
આરોપી મહેન્દ્ર વિરુદ્ધ પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આગળની તપાસ થઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks