મધ્યપ્રદેશ સરકારે રાજપૂતો સામે ઝૂકી પદ્માવતી ફિલ્મ ઉપર પ્રતિબંધ જાહેર કર્યો મમતાએ પરિસ્થિતિને સુપર કટોકટી સાથે સરખાવી

(એજન્સી) ભોપાલ, તા.ર૦
મધ્યપ્રદેશ સરકારે વિવાદિત ફિલ્મ પદ્માવતી ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. એની સાથે અન્ય બે રાજ્યોએ પણ પ્રતિબંધની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ રાજપૂતોના અગ્રણી નેતાઓને જણાવ્યું કે ઈતિહાસ સાથે ચેડાં સહન કરી શકાય નહીં. સમગ્ર દેશમાં એક જ અવાજે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ પણ માત્ર એક જ છે જે છે ઈતિહાસ અને હકીકતોને ખોટી રીતે રજૂ કરાયેલ છે. એમણે કહ્યું કે, જો સેન્સર બોર્ડ પણ ફિલ્મ પાસ કરશે તો પણ પ્રદેશમાં ફિલ્મ નહીં દર્શાવાય. એ પછી તરત જ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગે વિરોધ કરનારાઓના સમર્થનમાં ઉતર્યા અને પંજાબમાં ફિલ્મને પ્રદર્શન કરવા ઉપર પ્રતિબંધની જાહેરાત કરી. એમણે કહ્યું કે પદ્માવતી અને ખિલજી વચ્ચેના પ્રેમ પ્રસંગોને કોઈપણ ભોગે સાંખી લેવાશે નહીં. અમરિન્દરસિંઘ કોંગ્રેસના પ્રથમ નેતા છે જેમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓએ જણાવ્યું છે કે, જ્યાં સુધી ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મને પ્રદર્શિત કરવામાં આવશે નહીં. ફિલ્મના નિર્માતા અને કલાકારોને અપાતી ધમકીઓની ફિલ્મ ઉદ્યોગ સમેત અન્ય બૌદ્ધિકોએ પણ આલોચના કરી છે. મમતા બેનરજીએ કહ્યું કે આ એક રાજકીય પક્ષની ચાલ છે જે દેશમાં વાણીસ્વતંત્રતાને નાબૂદ કરવા માંગે છે અને વિરોધ કરનારાઓનો છેદ જ ઉડાડવાની વાતો કરે છે. આ પરિસ્થિતિ સુપર કટોકટી જેવી છે. કટ્ટરપંથીઓના વધુ સંગઠનો બહાર આવી ભણસાલી, દિપીકા, રણવીરસિંહને ધમકીઓ આપી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks