મધ્યપ્રદેશ ‘શિવ’રાજમાં ગૌ આતંકીઓના ટોળાએ મુસ્લિમ મહિલાઓને ઢોરમાર માર્યો

(એજન્સી) ભોપાલ, તા.ર૮
ગૌરક્ષાના નામે ગુંડાગીરીના બનાવો અટકાવાનું નામ લઈ રહ્યા નથી. હાલમાં મધ્યપ્રદેશના મંદસૌરમાં બીફ લઈ જવાની શંકામાં બે મુસ્લિમ મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરી તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. મંદસૌર પોલીસને માહિતી મળી હતી કે બે મહિલાઓ વેચાણ માટે મોટા પ્રમાણમાં બીફનો જથ્થો લઈને જતી હતી. માહિતી મળતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. પરંતુ ત્યાં હાજર રહેલા ટોળાઓએ પોલીસ દ્વારા કાર્યવાહી કરી હોવા છતાં પોતે જ બન્ને મહિલાઓને સજા આપવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ટોળાઓએ બન્ને મહિલાઓને ઘેરી ‘ગૌ માતાની જય’ના સૂત્રોચ્ચાર કરતાં માર માર્યો હતો. મારામારી વધારે સમય સુધી ચાલી હતી. મહિલાઓને લાફાઓ અને મુક્કાઓ માર્યા હતા. ત્યાં હાજર પોલીસે આ ઘટનાક્રમને ઊભા ઊભા નીહાળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં મધ્યપ્રદેશ પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ વીડિયોમાં પોલીસ ટોળાઓ સામે મજબૂર જોવા મળી રહી છે. પોલીસના અહેવાલો અનુસાર મહિલાઓ પાસેથી ૩૦ કિલો બીફ મળ્યું હતું. સ્થાનિક ડૉક્ટરોની તપાસ અનુસાર માંસ ભેંસનું હતું ના કે ગાયનું તેની જાણ થઈ. જો કે, મધ્યપ્રદેશમાં પરમિશન વિના બીફ વેચવું ગેરકાયદેસર છે. જેના લીધે બન્ને મહિલાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કે, પોલીસે મહિલાઓ સાથે થયેલી મારામારીમાં કોઈપણ પગલું લીધું નથી. રાજ્યના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોઈપણ કાયદો હાથમાં લઈ શકે નહીં તેની તપાસ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks