(એજન્સી) પટના, તા.૩
જદયુ ધારાસભ્ય બીમા ભારતીના પુત્રનો મૃતદેહ સંંદિગ્ધ પરિસ્થિતિઓમાં પટનામાં રેલવે ટ્રેક પર પડેલો મળ્યો. શુક્રવારે સવારે આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો. પરિજન આને હત્યા બતાવી રહ્યા છે. બીમા ભારતી સત્તાધારી દળના ધારાસભ્ય બીમા ભારતી બાહુબલી તરીકે જાણીતા અવધેશમંડળની પત્ની છે. તેઓ બિહારના પૂર્ણિયાના સયૌલી બેઠકના જદયુના ધારાસભ્ય છે. મુખ્યમંત્રી નીતિશકુમારે બીમા ભારતીથી મળીને તેઓને સાંત્વના આપી છે. જાણકારી મુજબ શુક્રવારે સવારે પટનાના નાલંદા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલની પાસે રેલવે ટ્રેક પર એક યુવકનો શબ મળ્યો પછીથી મૃતદેહની ઓળખ સત્તાધારી દળના ધારાસભ્ય બીમા ભારતીના પુત્ર દીપકના રૂપમાં થઈ હતી. પોલીસેે મૃતદેહને ઘટનાસ્થળ પર કબજે લઈને કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કરી. ઘટનાને લઈ પોલીસ કંઈપણ કહેવા તૈયાર નથી. રેલવે એસપી અશોકકુમારે કહ્યું કે, પોસ્ટમોર્ટમની રિપોર્ટ પહેલાં કંઈપણ કહેવું મુશ્કેલ છે. પોલીસ હત્યા, આત્મહત્યા અને દુર્ઘટનાના ત્રણેય પહેલુંઓ પર પણ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીપક મોદી રાત્રે મુસલ્લહાહપુર હાટ વિસ્તારમાં મિત્રો રીતિક અને મૃત્યુંજય સાથે પાર્ટી કરવા નીકળ્યો હતો. ત્યારબાદ તે કયારે અને કંઈ રીતે એનએમસીએસની પાસે રેલવે ટ્રેક પર પહોંચ્યો તેની જાણ હજુ સુધી થઈ શકી નથી. પોલીસની પૂછપરછમાં મિત્રોએ જણાવ્યું કે, દીપકનું રાની નામની છોકરી સાથે પ્રેમસંબંધ હતો. દીપક રાનીથી મળવા ચંદીગઢ સુધી ગયો હતો. તાજેતરમાં જ બંનેનું બ્રેકઅપ થઈ થયું હતું. તેમણે જણાવ્યું કે, દીપક પાર્ટી પછી રાત્રે આશરે સાડા દસ વાગ્યે અચાનક ગાયબ થઈ ગયો. આથી પહેલાં તે જ્યારે રૂમ પર આવ્યો ત્યારે રાની વિશે વાતચીત કરી રહ્યો હતો. દીપક રાની સાથે લગ્ન કરવા માંગતો હતો પણ રાનીનો પરિવાર આના માટે તૈયાર ન હતો. આની વચ્ચે ધારાસભ્ય બીમા ભારતી સતત એક જ વાત કહી રહ્યા છે કે, તેમના પુત્રની હત્યા થઈ છે. કોઈએ તેને માર્યો છે. પુત્રનાં મોત બાદ બીમા ભારતીની હાલત ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટરોની ટીમ તેમના પર નજર રાખી રહી છે. ઘટના બાદ મુખ્યમંત્રી નીતિશકુમાર બીમા ભારતીથી મળીને તેઓને સાંત્વના આપી છે.