Site icon Gujarat Today

૫૦૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ધોની થયો સચિન-દ્રવિડની લાઈનમાં સામેલ

નવી દિલ્હી,તા.૭
ભારતી ટીમના સૌથી સીનિયર ખેલાડી મહેન્દ્ર સિંહ દોનીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ઉતરીને ૫૦૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની ઉપલબ્ધી હાસીલ કરી છે.
શનિવારે (૭ જુલાઈ)ના રોજ ૩૭ વર્ષના થનાર ધોની આ સિધ્ધી મેળવનાર ત્રીજા ભારતીય છે. આ પહેલા સચિન તેંડુલકર ૬૬૪ મેચ અને રાહુલ દ્રવિડ ૫૦૯ મેચ સાથે આ ઉપલબ્ધી મેળવી હતી. શુક્રવારે રમાયેલ મેચ ધોનીનો ૯૨મો ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ હતો. આ ઉપરાંત ધોનીએ ૯૦ ટેસ્ટ અને ૩૧૮ વનડે મેચ રમ્યા છે.
ધોની ટેસ્ટ ક્રિકેટમાં ૪૮૭૬ રન બનાવ્યા છે. તો વનડેમાં તેના નામે ૫૧.૩૭ની એવરેજથી ૯૯૬૭ રન છે. ટી૨૦માં તેના નામે ૧૪૫૫ રન છે. ધોનીના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ૨૫૬ કેચ અને ૫૮ સ્ટમ્પિંગિનો રેકોર્ડ છે. વન-ડેમાં તેના નામે ૨૯૭ કેચ અને ૧૦૭ સ્ટમ્પિંગ છે. તો ટી૨૦માં અત્યાર સુધી તેના નામે ૪૯ કેચ અને ૩૩ સ્ટમ્પિંગ છે.
સચિને પોતાની ૨૪ વર્ષ લાંબા કારકિર્દીમાં ૬૬૪ (૪૬૩ વનડે, ૨૦૦ ટેસ્ટ અને ૧ ટી૨૦) મેચ રમી છે. તો રાહુલ દ્રવિડે ૫૦૯ (૧૬૪ ટેસ્ટ, ૩૪૪ વનડે, ૧ ટી૨૦) મેચ રમી છે. આ ઉપરાંત મહેલા જયવર્ધને, કુમાર સાંગાકારા, સનથ જયસૂર્યા, રિકી પોન્ટિંગ, શાહિદ આફ્રિદી અને જેક કાલિસે ૫૦૦થી વધારે ઈન્ટરનેશનલ મેચો રમી છે.

Exit mobile version