Gujarat

ઉનાના અમોદ્રામાં ગે.કા. ચાલતી ખાણોમાં ડે. કલેક્ટરની રેડ : ૬ લાખનો મુદ્દામાલ જપ્ત

ઉના,તા.૧પ
ઉના પંથકમાં ગે.કા. રીતે પથ્થરની ખાણો બેફામ ધમધમી રહી છે. ત્યારે ખનિજ માફીયાઓ ગૈચર જમીનોમાંથી ખનીજ ઉઠાવી લેતા હોય ત્યારે તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રવૃતી થતી હોય છે. અને પથ્થરો ટ્રેક્ટરોમાં ભરી સપ્લાય કરી રોયલ્ટી ચોરી કરી સરકારને નુકશાન પહોચાડી રહ્યા છે. અને ભૂમાફીયાઓ દ્રારા પેટાળમાં રહેલ ફળદ્રુપ જમીનનો નાશ થઇ રહ્યો છે. ત્યારે તાલુકાના અમોદ્રા ગામે ગે.કા. ચાલતી પથ્થરની ખાણમાં ડે. કલેક્ટરે તથા સ્ટાફ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતી. અમોદ્રાની સીમ વિસ્તારમાં આવેલ માલીકીની જમીનમાં ગે.કા. પથ્થર કાપવાની ચકરડી તથા જનરેટર સહીતનો ૬ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ આજરોજ સવારથીજ અમોદ્રા ગામે ડે.કલેક્ટર એમ. કે. પ્રજાપતિ તથા સ્ટાફ સાથે રાખી અમોદ્રાની સીમ વિસ્તારમાં ત્રાટકતા દાનાભાઇ રામભાઇ સોંલંકીની માલીકીની જમીનમાં ગે.કા. પથ્થરની ખાણમાં પથ્થર કાપવાની ચકરડી ૨ તથા જનરેટર કિ.રૂ ૩ લાખ ૫૦ હજાર તેમજ બિનવારસી પડેલ ચકરડી નં ૨ કિ.રૂ. ૨ લાખ ૫૦ હજાર કુલ મળી કિ.રૂ. ૬ લાખના મુદામાલ સ્થળ પરથી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેનો રિપોર્ટ જીલ્લા ભૂસ્તાર સાસ્ત્રીને કરી આપેલ હોય અને તાલુકામાં ડે.કલેક્ટરની તપાસથી ભૂમાફીયાઓમાં ફફડાટ મચી જવા પામેલ હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.