મુક્ત થયેલા કેદીઓની જુબાની : અટકાયત દરમિયાન ખરાબ વર્તન કરી રહેલ ઈઝરાયેલી સેના

(એજન્સી) રામલ્લાહ, તા.૫
મુક્ત થયેલા કેદીઓએ જણાવ્યું છે કે, ઈઝરાયેલી સેના અટકાયત દરમિયાન કેદીઓ સાથે દુર્વ્યહાર કર્યો હતો. ડીટેઈનીસ એન્ડ એક્સ ડીટેઈનીસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલ અહેવાલમાં આ અંગે જણાવવામાં આવ્યંુ હતંુ.
રામલ્લાહ નજીક સિલવાદમાં રહેતા મુજાહેદ અબુ જાદ (ઉ.વ.૨૩)એ કમિશનને જણાવ્યંુ હતું કે, ઈઝરાયેલી સેનાએ બીજી તારીખના રોજ તેના ઘર પર દરોડો પાડી તેની અટકાયત કરી હતી. તેના ઘર નજીક જ તેને હાથકડી પહેરાવી આંખે પાટા બાંધ્યા હતા. બાદમાં જવાનો તેને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા અને ઢોર માર માર્યો હતો. લાતો અને બંદૂકો વડે માર મારી ઠંડંુ પાણી રેડ્યું હતું. ત્યારબાદ તેને પૂછપરછ માટે સેનાની છાવણીમાં લઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, માર માર્યો હતો. અન્ય એક કેદી અનસ ઈબાયતની પણ અચાનક ધરપકડ કરી પૂછપરછ દરમિયાન તેને ધમકાવવામાં આવ્યો હતો અને ગુનો કબૂલ કરવા માટે ડરાવવામાં આવ્યો હતો. યાસર ડેરિયા (ઉ.વ.૧૭) તેના ઘરમાંથી જ ધરપકડ કરી હાથકડી અને આંખે પાટા બાંધી અટકાયત કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો અને બપોર સુધી અન્નજળ વગર રાખવામાં આવ્યો હતો. પેલેસ્ટીન પ્રિઝનર્સ સોસાયટી (પીપીએસ) અનુસાર ૧૯૪૮થી ઈઝરાયેલી સત્તાધીશો દ્વારા દસ લાખ પેલેસ્ટીનીઓની અટકાયત કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts