International

કિમ અને ટ્રમ્પ ફરી મુલાકાત માટે તૈયાર, જલ્દી યોજાશે દ્વિપક્ષીય ચર્ચા

(એજન્સી) વોશિંગ્ટન,તા.૮
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રેસિડન્ટ કિમ જોંગ ઉનની બીજી મુલાકાત ટૂંક સમયમાં જ થઇ શકે છે. જો કે, આ તારીખની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ રવિવારે કિમ સાથે નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં મુલાકાત કરી. પોમ્પિયોએ આ વાતચીતને સફળ ગણાવી છે. ટ્રમ્પ અને કિમની પહેલી ઐતિહાસિક મુલાકાત આ વર્ષે ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં થઇ હતી. જેમાં કિમે પોતાના પરમાણુ કાર્યક્રમ ખતમ કરવાની વાત કહી હતી. ટ્રમ્પ-કિમની મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ મૂન જે-ઇને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોમ્પિયોએ નોર્થ કોરિયાની મહેમાનગતિ માટે આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્‌વીટમાં કહ્યું, નોર્થ કોરિયાની મારી મુલાકાત અને અહીંના લીડર કિમ જોંગ ઉન સાથે મારી મુલાકાત શાનદાર રહી. સિંગાપુરમાં થયેલા કરાર પર બંને દેશો આગળ વધી રહ્યા છે. પ્યોંગયાંગમાં પોમ્પિયો અને કિમની વચ્ચે અંદાજિત બે કલાકની મીટિંગ થઇ. બંનેએ સાથે લંચ પણ કર્યું. પોમ્પિયોએ કહ્યું કે, નોર્થ કોરિયાના શાસકે અમેરિકા સાથેની બીજી મીટિંગ ટૂંક સમયમાં જ થવા પર સહમતિ વ્યક્ત કરી છે. મીટિંગ બાદના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પોમ્પિયો અને કિમની વચ્ચે પરમાણુ હથિયાર ખતમ કરવાની વાતને લઇને ચર્ચા થઇ. બંને દેશોએ પરસ્પરની જાણકારીની આપ-લે કરવામાં પણ સહમતિ વ્યક્ત કરી છે. પોમ્પિયોની નોર્થ કોરિયાની આ ચોથી વિઝિટ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.