મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી હશે

અમદાવાદ, તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો અબેની બે દિવસની ઐતિહાસિક અને હાઈપ્રોફાઈલ અમદાવાદ અને ગાંધીનગરની યાત્રા દરમ્યાન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત પણ કરાશે. મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ ટેકનોલોજીકલ એડવાન્સ છે. ઉચ્ચસ્તરીય સુરક્ષાના માપદંડો સાથેના ૫૦ વર્ષના ઈતિહાસમાં શીંકાન્સેન ટેકનોલોજી અંતર્ગત ટ્રેનનો મોડા પડવાનો વાર્ષિક દર એક મિનિટથી ઓછો છે. એટલું જ નહીં અકસ્માત કે અન્ય કારણોસર મુસાફરોનો મૃત્યુદર શૂન્ય છે. આ જ દર્શાવે છે કે, સુરક્ષા સલામતીના હાઈ સ્ટાન્ડર્ડ આ પ્રોજેક્ટ ધરાવે છે. આ ટેકનોલોજી ડિઝાસ્ટર પ્રિવેન્શર સિસ્ટમથી સંપૂર્ણ સજ્જ છે જેથી ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે પ્રોજેક્ટ ટક્કર ઝીલી શકવા સક્ષમ છે. આ ટ્રેનમાં ઓછામાં ઓછા ઘોંઘાટથી સાનુકુળતા સાથે મુસાફરી કરી શકાશે. રોટેટીંગ સીટ ધરાવતી આ ટ્રેનમાં દિવ્યાંગો માટે ખાસ સીટની વ્યવસ્થા હશે. આ ટ્રેનમાં વેક્યુમ ટોઈલેટની સુવિધા છે. મહિલાઓ અને દિવ્યાંગો માટે ટ્રેઈનમાં વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. આ ટ્રેન ઈકો ફ્રેન્ડલી હશે. પ્રત્યેક કિલોમીટરે એરોપ્લેન કરતાં ચોથા ભાગમાં અને મોટરકાર કરતાં પાચમાં ભાગની ઊર્જા વપરાશ કરશે. દરિયાના પેટાળમાં સાત કિ.મી.ની ટનલ ધરાવતી આ ટ્રેન ભારત-જાપાન વચ્ચેના સહયોગના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત કરશે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાકના ૩૨૦ થી ૩૫૦ કિલોમીટરની હશે.આ બુલેટ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોંપલેક્ષથી ઉપડી થાણે,વિરાર, વાપી, સુરત,ભરૂચ,વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે. સૂત્રોના કહેવા મુજબ, હાલ ભાડાના દર નકકી કરવામા આવ્યા નથી આમછતાં પણ રૂપિયા ૨૭૦૦થી ૩,૦૦૦ સુધીના દર રાખવામા આવી શકે છે.આ સાથે જ ટ્રેન અંગેના જરૂરી તમામ પાર્ટસ ભારતમા મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામા આવશે જેમા જાપાનના નિષ્ણાતો ટેકનીકલ મદદ કરશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
બુલેટ ટ્રેન દોડશે અમદાવાદ-મુંબઈ
જાપાન નાણા આપશે ૮૮૦૦૦ કરોડ
પ્રોજેક્ટ ઉપર કુલ ખર્ચ ૧.૮ લાખ કરોડ
જાપાન ફંડિંગ આપશે ૮૫ ટકા
ભારતને ફેર ચુકવણી કરવી પડશે ૫૦ વર્ષ
બુલેટ ટ્રેન દોડી શકશે ૨૦૨૨
કુલ સ્ટેશન રહેશે ૧૨
ટ્રેનની સ્પીડ રહેશે ૩૨૦ કિમી પ્રતિકલાક
કુલ લોકો બેસી શકશે ૭૫૦
બુલેટ ટ્રેનમાં કાર હશે ૧૦
ભાડુ હશે ૨૭૦૦-૩૦૦૦
અકસ્માતમાં યાત્રી મૃત્યુ દર શુન્ય
ટ્રેન મોડે પડવાનો દર વાર્ષિક એક મિનિટ
વિશેષતા ભૂકંપમાં કોઇ નુકસાન નહી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks