બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટ કેસમાં દોષી ઠરાવેલ આરોપીને હજયાત્રા માટે જવા પરવાનગી આપી

(એજન્સી) મુંબઈ, તા.૧૬
બોમ્બે હાઈકોર્ટે ર૦૦ર અને ર૦૦૩ના વર્ષમાં થયેલ બોમ્બ બ્લાસ્ટના કેસોમાં દોષી ઠરાવેલ આરોપી આતીફ મુલ્લાને હજયાત્રા માટે સઉદી અરબ જવા પરવાનગી આપી હતી. મુલ્લાએ હાઈકોર્ટમાં હજયાત્રા માટે પરવાનગી માંગી હતી કારણ કે, એ હાલ જામીન ઉપર છૂટેલ છે અને જામીનની શરત મુજબ એમણે વિદેશની યાત્રા કોર્ટની પરવાનગી વિના કરવી નહીં. મુલ્લાએ પોતાની અરજીમાં જણાવ્યું કે, એમનો સાડા ચાર વર્ષનો પુત્ર થેલેસેબિયાથી પીડિત છે અને ર૦૧પમાં સર્જરી પણ કરાવાઈ હતી. જો કે, તેમ છતાંય એના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર માટે વિશેષ પ્રાર્થના કરવા ઈચ્છે છે. ગયા વર્ષે કોર્ટે મુલ્લાની ઉમરાહ તીર્થયાત્રા કરવા માટે પરવાનગી માંગતી અરજી રદ કરી હતી પણ હાલમાં કોર્ટે અરજી મંજૂર કરી છે. ગયા મહિને હાઈકોર્ટે મુલ્લાની અન્ય અરજી પણ સ્વીકારી હતી. જેમાં એમણે પાસપોર્ટ રિન્યુ કરાવવા માગણી કરી હતી. મુલ્લાના વકીલે જણાવ્યું કે, અમે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, પહેલો વ્યક્તિ છે. જેને કેસમાં ગુણદોષ આધારે જામીન મળ્યા છે. તે વખતથી જામીનની બધી શરતોનું બાબત કર્યું છે. બ્લાસ્ટ કેસમાં દોષી ઠરાવ્યા પછી મુલ્લાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હાલ સજા મોકૂફ રાખી છે. જે સજા ૧૦ વર્ષની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks